જ્યોતિષ રાશિ ભવિષ્ય

0
1037

 

 

મેષ (અ.લ.ઇ.)

આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાશે. અધૂરાં, અટકેલાં કામોમાં પ્રગતિ થતાં વિશેષ આનંદ થશે. વેપાર-ધંધામાં પણ લાભ જણાશે. મિલન-મુલાકાતથી લાભ થશે. પારિવારિક પ્રશ્નોમાં પણ રાહત જણાશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બની શકે. તરુણો માટે શૈક્ષણિક પ્રગતિના યોગો પ્રબળ જણાય છે. તા. 2, 3, 4 આનંદમય દિવસો પસાર થાય. તા. 5, 6 લાભ થાય. તા. 7 શુભમય દિવસ પસાર થાય. 8 કાર્યસિદ્ધિ થાય.

વૃષભ (બ.વ.ઉ.)

સપ્તાહમાં આપની સર્વ મનોકામના પૂર્ણ થતી જણાશે. ભાગ્યના સહારે અણધાર્યા લાભ મળવાની શક્યતાઓ પણ ખરી જ. પરદેશગમન પણ થઈ શકે. કુટુંબમાં – પરિવારમાં આનંદ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળે. વડીલોની ચિંતા હળવી થાય. નાના-મોટા પ્રવાસનું આયોજન પણ શક્ય બનશે. તા. 2, 3, 4 કાર્યસિદ્ધ થતાં આપનો ઉત્સાહ બેવડાશે. તા. 5, 6 લાભ થાય. તા. 7, 8 શુભ દિવસો ગણાય.

મિથુન (ક.છ.ઘ.)

આ સમયગાળા દરમિયાન આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. તેમ છતાં સપ્તાહના અંતિમ દિવસોમાં વિશેષ શાંતિ થાય તેવા યોગો જણાય છે. મિલન – મુલાકાત ફળદાયી બને. અધૂરાં, અટકેલાં કામોમાં પણ પ્રગતિ જણાય. વડીલોના આરોગ્યની ચિંતા રહેશે. નોકરી-વિવાહઇચ્છુકો માટે સમય શુભ છે. તા. 2, 3, 4 સામાન્ય દિવસો. તા. 5, 6 લાભ થાય. તા. 7, 8 શુભ સમાચાર મળે.

કર્ક (ડ.હ.)

આ સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપને શાંતિ જણાશે, પરંતુ જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ વિટંબણાઓ વધવાની સંભાવના પણ ખરી જ. સંઘર્ષ પછી સફળતા મળે તેવા યોગો જણાય છે. આર્થિક આયોજનોમાં રાહત જણાશે. વેપાર-રોજગારમાં પ્રગતિકારક રચના થઈ શકે તેમ છે. તા. 2 શાંતિ જણાય. તા. 3, 4 લાભમય દિવસો પસાર થાય. તા. 5, 6 ચિંતાજનક દિવસો ગણાય. તા. 7, 8  શુભ દિવસો પસાર થાય.

સિંહ (મ.ટ.)

સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપને સર્વ પ્રકારે પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય તેમ તેમ અનુકૂળતા વધશે. રાહત જણાય. પરિવારમાં ઉપસ્થિત થયેલી ગેરસમજો દૂર થતાં વિશેષ રાહતની લાગણી અનુભવશો. વિદ્યાર્થીમિત્રો માટે સમય વિશેષ શુભ જણાય છે. તા. 2, 3, 4 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 5, 6 લાભ થાય. તા. 7, 8 શુભ સમાચાર મળે.

કન્યા (પ.ઠ.ણ.)

આ સમયગાળામાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. ગૃહસ્થ જીવનમાં વિશેષ શાંતિ જણાશે. નોકરી- વ્યવસાયમાં દોડધામ – જવાબદારી રહેશે છતાં ેએકંદરે સફળતા મળતાં રાહત જણાશે. સપ્તાહના અંતિમ દિવસોમાં નાણાકીય સાહસથી દૂર રહેવું. વિશેષ જવાબદારીઓ સાથે ચિંતાબોજ રહેવા પામશે. તા. 2, 3, 4 આનંદમય દિવસો ગણાય. તા. 5, 6 શાંતિ મળે. તા. 7, 8 ચિંતા વધે.

તુલા (ર.ત.)

સપ્તાહના શરૂઆતના દિવસોમાં આપને રાહત જણાશે. પારિવારિક પ્રશ્નોની મૂંઝવણ દૂર થતાં વિશેષ  આનંદ થશે. સંતાનોના પ્રશ્નોમાં પણ સફળતા મળશે. દામ્પત્યજીવનમાં પ્રસન્નતા રહેશે. નાના-મોટા પ્રવાસનું આયોજન કરી શકાય. મિલન-મુલાકાત ફળશે. અંતિમ દિવસોમાં વાહનથી સંભાળવું. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. 2, 3, 4 સફળ દિવસો પસાર થાય. તા. 5, 6 પ્રસન્નતા રહેશે. તા. 7, 8 વાહનથી સંભાળવું.

વૃરશ્ચક (ન.ય.)

આપ હરોફરો, પરંતુ મનમાં સતત ઉચાટ-ઉદ્વેગ જેવું રહ્યા કરશે. અનપેક્ષિત ઉપાધિઓ મનની શાંતિને હણી નાખે તેવું બનવાની સંભાવના પણ ખરી જ. કૌટુંબિક જવાબદારીઓ વધતાં વિશેષ દોડધામ ખર્ચ જેવું રહ્યા કરશે. હિતશત્રુઓથી સંભાળવું પણ જરૂરી જણાય છે. પ્રવાસ ટાળવો. તા. 2, 3, 4 ઉચાટ ઉદ્વેગ રહેશે. તા. 5, 6 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 7, 8 પ્રવાસ ટાળવો.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાશે. તબિયતમાં પણ સુધારો જણાશે. પુત્રના પ્રગતિના સમાચાર વિશેષ આનંદ આપશે. નોકરી મેળવવાની ઇચ્છા પણ સપ્તાહમાં પૂર્ણ થાય તેવા યોગો જણાય છે. સપ્તાહના અંતિમ દિવસોમાં દરેક બાબતમાં દરેક રીતે સંભાળવું હિતાવહ બની રહેશે. વાહનથી ખાસ સંભાળવું. તા. 2, 3, 4 શાંતિ જણાશે. તા. 5, 6 આનંદમય દિવસો ગણાય. તા. 7, 8 દરેક રીતે સંભાળવું.

મકર (ખ.જ.)

આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. એક દિવસ આનંદમાં જાય તો બીજા દિવસે કંઈક ઉપાધિના અનુભવોમાંથી પસાર થવું પડે તેવું બનવાની સંભાવના પણ ખરી જ. હિતશત્રુઓથી સંભાળવું પડશે. સ્થાવર-મિલકતના પ્રશ્નો યથાવત્ રહેવા પામે. વડીલોના આરોગ્યની ચિંતા રહેશે. પ્રવાસ ટાળવો. તા. 2, 3, 4 મિશ્ર અનુભવોમાંથી થાય. તા. 5, 6 હિતશત્રુઓથી ખાસ સંભાળવું પડે. તા. 7, 8 આરોગ્ય સંભાળવું.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સપ્તાહમાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. આપનાં અધૂરાં અટકેલાં સર્વ કાર્યોમાં પણ અનપેક્ષિત સફળતા સાથે લાભ મળવાની શક્યતાઓ પણ ખરી જ. નોકરિયાત વર્ગને પણ વિશેષ રાહત જણાશે. અણધાર્યો આર્થિક લાભ કુટુંબીજનોને વિશેષ પ્રસન્નતા આપશે. નાના-મોટાં પ્રવાસનું આયોજન થઈ શકે. તા. 2, 3, 4 આનંદમય દિવસો ગણાય. તા. 5, 6 રાહત જણાય. તા. 7, 8 શુભ દિવસો.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. આપ હરો ફરો પરંતુ મનમાં આનંદ જેવું જણાશે નહિ. ઘરની બહારની જવાબદારીઓ આપને વિશેષ દોડધામ ખર્ચ કરાવશે. સમજદારી અને સંયમથી વાણી-વર્તન વ્યવહાર રાખવો જરૂરી છે તો જ અંગત પ્રશ્નોમાં પણ કંઈક રાહત થશે. પ્રવાસ ટાળવો. તા. 2, 3, 4 દરેક રીતે સંભાળવું. તા. 5, 6 ખર્ચાળ દિવસો. તા. 7, 8 રાહત જણાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here