મેંગલુરૂ ઓટોરિક્ષા બ્લાસ્ટ કેસ: કોઈમ્બતુર બ્લાસ્ટ સાથે જોડાયેલા તાર

 

મેંગલુરૂ: કર્ણાટકના મેંગલુરૂમાં એક ચાલતી ઓટોરિક્ષામાં અચાનક વિસ્ફોટ થવાના મામલામાં તપાસ તેજ થઇ ગઇ છે. એનઆઇએ અને આઇબી પણ આ કેસની તપાસમાં કર્ણાટક પોલીસને સહકાર આપી રહી છે. તપાસના ભાગરૂપે, પોલીસે મૈસુરમાં જયાં આરોપી ભાડેથી રહેતો હતો તે મકાન પર દરોડો પાડ્યો હતો. દરોડાની સાથે સાથે સાવચેતીના પગલા તરીકે આ વિસ્તારમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ તૈનાત કરવામાં આવી હતી. જયારે, તપાસ દરમિયાન, પોલીસે માહિતી આપી છે કે આરોપીએ એક મહિના પહેલા મૈસૂરમાં એક રૂમનો ફલેટ ભાડે લીધો હતો. 

પોલીસને શંકા છે કે ઓકટોબરમાં દિવાળી પહેલા કોઇમ્બતુરમાં કાર બ્લાસ્ટ કરનારાઓ સાથે આરોપી વ્યકિતના સંબંધો હતા. કોઇમ્બતુરમાં મંદિરની બહાર ચાલતી કારમાં સિલિન્ડર ફાટતાં એક યુવક દાઝી ગયો હતો. તપાસ દરમિયાન વિસ્ફોટના સ્થળેથી મળેલું આધાર કાર્ડ ભારતીય રેલવેના તુમાકુરૂ ડિવિઝનમાં કામ કરતા રેલવે કર્મચારી પ્રેમરાજ હુતગીનું છે. જયારે તેની પૂછપરછ કરવામાં આવી તો તેણે દાવો કર્યો કે છેલ્લા બે વર્ષમાં તેનું આધાર કાર્ડ બે વખત ખોવાઇ ગયું છે. 

બીજી તરફ, મેંગલુરૂના દરિયાકાંઠાના શહેરની કર્ણાટક પોલીસે તે વ્યકિત વિશે માહિતી એકત્રિત કરી છે જેની ઓળખનો ઉપયોગ વિસ્ફોટને અંજામ આપવા માટે કરવામાં આવ્યો હતો. રેલ્વે કર્મચારી પ્રેમરાજ હુતગીએ આ વિસ્ફોટ સાથે કોઇ લેવાદેવા ન હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે તેમને પણ આની જાણ નથી. મને ત્યારે જ ખબર પડી જયારે પોલીસે મને જાણ કરી. હુતગીએ જણાવ્યું કે પોલીસે જણાવ્યું કે તેમને મારૂં આધાર કાર્ડ મળી ગયું છે. પૂછપરછ દરમિયાન હુતાગીએ બીજો દાવો કર્યો હતો. તેણે કહ્યું કે એ વાત સાચી છે કે મારૂં આધાર કાર્ડ ખોવાઇ ગયું છે, પરંતુ મેંગલુરૂમાં એવું નથી થયું. તેણે કહ્યું કે આધાર ખોવાઇ ગયા બાદ તેણે યુનિક આઇડી દ્વારા ફરી એક નવું કાર્ડ પ્રિન્ટ કરાવ્યું હતું. 

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપીઓએ નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને મોબાઇલ સીમકાર્ડ મેળવ્યું હતું. જે બ્લાસ્ટ સ્થળ પરથી મળી આવ્યું હતું. તેમણે કહ્યું કે તે દરેક જગ્યાએ સીમ કાર્ડનો ઉપયોગ કરે છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતુ કે આ મામલાની તપાસ માટે કોઇમ્બતુર સહિત વિવિધ સ્થળોએ પાંચ ટીમો મોકલવામાં આવી છે. પોલીસ સૂત્રોએ એમ પણ જણાવ્યું કે તે શિવમોગાનો રહેવાસી હોવાની શંકા છે. વાસ્તવમાં, શિવમોગામાંથી કેટલાક આતંકી સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કેટલાક યુવકો પણ સામેલ હતા. તેઓ સોશિયલ મીડિયા દ્વારા આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના સંપર્કમાં હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here