સુરતમાં કન્યાને કરિયાવરમાં માતા-પિતાએ અનોખી ભેટ આપી

0
574

 

 

સુરતઃ કોરોનાના કહેરા બાદલ હાલમાં લગ્નસરાની મૌસમ પૂરબહારમાં ખીલી છે. ત્યારે સુરતમાં એક અનોખો લગ્નસમારંભ યોજાઈ ગયો. અહીં લાડકી દીકરીને કન્યાવરમાં માતા-પિતા અને ભાઈએ કંઈક અલગ જ ભેટ આપી હતી. સમાજને રાહ ચિંધનારી આ ભેટને જોઈ લગ્ન સમારોહમાં ઉપસ્થિત મહેમાનો વાહ પોકારી ઉઠ્યા હતા જ્યારે કન્યા અને તેના સાસરીયા તો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. કન્યાના માતા-પિતાએ પર્યાવરણની રક્ષા સાથે દીકરીના સાસરીયાઓને બચત થાય તેવી ભેંટ આપી હતી.

પર્યાવરણ બચાવવા માટે સોલાર રૂફટોપનો વપરાશ કરવો એ સમયની માંગ છે. સોલાર રૂફટોપ માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ વપરાશકર્તાના નાણા પણ બચાવી આપે છે. ત્યારે સુરતમાં એક લગ્નસમારંભમાં પાટીદાર સમાજની દીકરીને પિતાએ કરિયાવરમાં એક લાખ રૂપિયાની કિંમતનો રૂફટોપ પ્લાન્ટ આપીને એક અનોખો કરિયાવર કરી દીકરીને પ્રોત્સાહન આપ્યું છે.

પ્રિયંકાના ભાઇ નિલેશ હિરાણીએ જણાવ્યું હતું કે, સમાજમાં દીકરીને કરિયાવર કરવાનો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે અને પિતા દ્વારા પોતાની યથાશક્તિ પ્રમાણે દીકરીને કરિયાવરમાં કંઇક ને કંઇક આપવામાં આવતું હોય છે. ત્યારે ગત ૨૧મીના રોજ પુણા સીમાડા બીઆરટીએસ રોડ પરના એક પાર્ટીપ્લોટમાં બહેન પ્રિયંકાનો લગ્નસમારંભ યોજાયો હતો. મારા પિતા કનુભાઇએ પ્રિયંકાને કરિયાવરમાં પ્રોત્સાહન આપવા સોલાર રૂકટોપ આપવાનું વિચાર્યુ હતું. ત્યારે લગ્નસમારંભમાં ૩.૩ કીલોવોટ જેની કિંમત એક લાખ રૂપિયાનો સોલાર રૂકટોપ પ્લાન્ટ કરિયાવરનાં ભાગરૂપે પરણેતરના મંડપમાં આપવામાં આવ્યો હતો.

તે આપવાનું કારણ એ હતું કે બહેનના ઘરમાં કાયમ ને માટે આ મોઘવારીમાં મફત વીજળી મળી રહે અને જેનાથી વાર્ષિક આવક ૪૦ હજાર જેટલા રૂપિયાનો બચાવ થશે. આ ઉપરાંત પ્રદુષણને અટકાવવામાં પણ મદદરૂપ થશે. ઉલ્લેખનીય છે કે સોલાર રૂકટોપ પ્લાન્ટ થકી મકાનના ધાબા પર ફિટિંગ કરીને જે વીજળી ઉત્પન્ન થાય છે તેનો જ ઉપયોગ કરીને વધેલી વીજળી પાવર કંપનીને આપી શકાય છે. જેમાં ઇલેકટ્રિક બીલમાં સોલાર રૂફટોપ દ્વારા બનાવેલી વિજળીના યુનિટ અને વપરાયેલી વિજળીના ડીફરન્સ પ્રમાણે બિલ ભરવાનું થાય છે. બાકીની ઉત્પન્ન થયેલી વિજળી વીજકંપનીને આપવામાં આવે છે. જેનું વળતર મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here