સાહિત્ય સભાના આગામી પ્રમુખ તરીકે રમેશ ઠક્કરની વરણી

ગાંધીનગરઃ ગાંધીનગર સાહિત્ય સભા દ્વારા સામાન્ય સભામાં નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. 26 માચર્ના રોજ નિસર્ગ સાયન્સ સેન્ટરમાં ગાંધીનગર સાિહત્યસભાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંચાલન કલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્રણ વષર્ના કાર્યકાળ સફળતાપૂર્વક સંપન્ન કરી વિદાય લેતા પ્રમુખ સંજય થોરાતે એમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલ કાર્યક્રમ અને સિદ્ધિઓ વર્ણવી હતી. ગાંધીનગર સાિહત્યસભાના આગામી પ્રમુખ તરીકે સંજય શોરાતે રમેશ ઠક્કરના નામનો પ્રસ્તાવ મુક્યો હતો અને એને સામાન્ય સભામાં સૌએ વધાવી લેતા આગામી ત્રણ વર્ષ માટે નવા પ્રમુખ તરીકે રમેશ ઠક્કરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત પ્રમુખ રમેશ ઠક્કરે જણાવ્યું હતું કે ગાંધીનગર સાહિત્યસભાએ તેઓ વધુ શ્રેષ્ઠ મુકામે પહોંચાડશે. ગાંધીનગર સાહિત્ય સભાના પ્રમુખ થયા બાદ એમણે એમની કારોબારીની રચના કરી હતી. એમાં ઉપ પ્રમુખ તરીકે કવિ પ્રતાપિસંહ ડાભી હાકલ, મહામંત્રી તરીકે પ્રાધ્યાપક સંજય પટેલની નિમણૂક કરવામાં આવી હતી. કારોબારી સભ્યો તરીકે રમણભાઈ વાઘેલા, નટુભાઈ પરમાર, મનોજભાઈ શુકલ, ઉમંગ વસાણી, પુલક ત્રિવેદી, નેહલ ગઢવી, પ્રીિત શર્મા, માયા ચૌહાણ અને દર્શન પુરાણીની પસંદગી કરવામાં આવી હતી. નવનિયુક્ત પ્રમુખ હરિકૃષ્ણ પાઠક, ટ્રસ્ટી પ્રજ્ઞાબહેન પટેલ અને વિદાય લેતા પ્રમુખ સંજય થોરાતે શુભકામનાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here