સાંઈધામ શિરડી શહેરની રૂિપયા બાવન કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે

મુંબઇ: શિર્ડી શહેરની બાવન કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ પ્લાનની એક કોપી સાંઈ બાબાના ચરણે ધરવામાં આવી હતી. શિર્ડીના સૌંદર્યકરણના પ્રસ્તાવિત પ્લાનમાં સાઇબાબા મંદિર પરિસરના પાદચારીમાર્ગ, પાંચ એકર પરિસરમાં સાઇવૃંદાવન પાર્ક વિકસિત કરવા, શહેરના ચૌકનું સૌંદર્યકરણ, પૂરતા પ્રમાણમાં વોશરૂમ, લેન્ડ સ્કેપિંગ, ભૂગર્ભ પાદચારી માર્ગ, આકર્ષક બેઠકની વ્યવસ્થા, ગ્રાફિક્સ, ભીંતચિત્ર, પર્યાયી માર્ગ, અલ્પાહાર કેન્દ્ર, વિશ્રાંતીકક્ષ, મદદ કેન્દ્ર, પર્યટન માહિતી કેન્દ્ર, સીસીટીવી, વોટર પોઇન્ટનો પ્રસ્તાવ છે. આ પ્લાનને પગલે શિર્ડીની મુલાકાત લેતા લાખો ભાવિકો માટે સુવિધાઓ વધશે તથા સમગ્રતયા શિર્ડી શહેર વધારે આકર્ષક બનશે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here