યુરોપમાં ફરી કોરોના કેસ વધવા માંડ્યા, ડેલ્ટા વેરિએન્ટથી સાવધ

 

નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO)કોરોનાને લઈને દુનિયાને ફરી એક વખત ચેતવણી આપી છે. WHOના કહેવા પ્રમાણે યુરોપમાં કોરોનાના કેસ ઓછા થઈ ગયા હતા પણ ૧૦ અઠવાડિયા બાદ હવે ફરી એક વખત યુરોપમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.

ન્યૂઝ એજન્સીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ટાંકીને કહ્યું છે કે, આવનારા મહિનાઓમાં કોરોનાનો નવો ડેલ્ટા વેરિએન્ટ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ શકે છે. કોરોનાનો આ વેરિએન્ટ હાલમાં ૧૦૦ દેશોમાં મોજુદ છે અને આવનારા મહિનાઓમાં વધારે સંક્રમણ ફેલાવી શકે તેવો ડેલ્ટા વેરિએન્ટ સંક્રમણ ફેલાવવામાં મોટો ભાગ ભજવી શકે તેવી સંભાવના છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે ૯૬ દેશોએ ડેલ્ટા વેરિએ્ન્ટના કેસની જાણકારી આપી છે. આ આંકડો જોકે ઓછો છે. કારણકે ઘણા દેશો પાસે આ પ્રકારના વેરિએન્ટને ઓળખવાની ટેકનોલોજીકલ ક્ષમતા નથી અથવા સિમિત ક્ષમતા છે. આવનારા મહિનાઓમાં આ વેરિએન્ટ કોરોનાના બીજા વેરિએ્ન્ટને સંક્રમણ ફેલાવવામાં પાછળ રાખી દે તો નવાઈ નહીં હોય. ગયા સપ્તાહે પણ WHO મહાર્નિદેશક ટેડ્રોસ ઘેબ્રેયસસે કહ્યુ હતુ કે, અત્યાર સુધી કોરોનાના જેટલા પણ વેરિએન્ટ સામે આવ્યા છે તેમાં ડેલ્ટા વેરિએન્ટ સૌથી વધારે સંક્રમણ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને જ્યાં રસીકરણ નથી થયુ ત્યાં લોકોમાં આ વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here