સરકાર બચાવવા શિવસેનાનું શીર્ષાસન

 

મુંબઈઃ રાજ્યસભા અને ત્યારબાદ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ વખતે બહાર આવેલી મહારાષ્ટ્રના શાસક પક્ષ શિવસેનાના આંતરિક અસંતોષની આગે હવે ભડકાનું રૂપ લઈ લીધું છે. જેને પગલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ઍનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધનમાં ચાલી રહેલી મહાઅઘાડી સરકાર ઉપર સંકટનાં વાદળ ઘેરાઈ ગયાં છે. મહારાષ્ટ્રમાં તેજ ગતિઍ પલટાયેલા રાજકીય ઘટનાક્રમમાં ઍક સમયે ઉદ્ધવના વિશ્વાસુ અને પક્ષના દિગ્ગજ નેતા ઍકનાથ શિંદેઍ પાંચ મંત્રી સહિત ૨૨ ધારાસભ્ય સાથે મળીને બળવાનું બ્યૂગલ ફૂંકતા મહારાષ્ટ્રનાં રાજકારણમાં હડકંપ મચી ગયો છે. શિંદેઍ ૨૨ ધારાસભ્ય સાથે રાતોરાત ગુજરાતના સુરતની ઍક ફાઇવ સ્ટાર હોટેલમાં ડેરો જમાવી લેતા શિવસેના પોતાની સરકાર બચાવવા ફાંફાં મારવા લાગી છે. સુરતમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સહિતના નેતાઓ શિવસેનાના વિદ્રોહી વિધાયકોને મળ્યા હતા પણ ભાજપે દાવો કર્યો હતો કે, શિંદે કે ભાજપ દ્વારા સરકાર રચવાનો કોઈ જ પ્રસ્તાવ મોકલાયો નથી. શિવસેનાઍ આ બગાવત પછી તાત્કાલિક અસરથી ઍકનાથ શિંદેને વિધાયક દળના નેતા પદેથી હટાવીને તેનાં સ્થાને અજય ચૌધરીની નિયુક્તિ કરી દીધી હતી. શરદ પવારનાં ઍનસીપીઍ આ મામલાને શિવસેનાની આંતરિક સમસ્યા ગણાવીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ઉદ્ધવ ઠાકરે આને ઉકેલી લેશે જ્યારે કોંગ્રેસે શિવસેનાના ધારાસભ્યો ખડી જવાની દહેશત દેખાતા જ પોતાના ધારાસભ્યોને સગેવગે કરી લેવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. શિવસેના પાસે કુલ પપ ધારાસભ્ય છે અને તેમાંથી ૨૭ ધારાસભ્ય જો ઍકસાથે પક્ષાંતર કરે તો તેમને પક્ષપલટા વિરોધી કાયદો લાગુ નહિ પડે. આમ, ઉદ્ધવની બેઠકમાં ધારાસભ્યોની પાંખી હાજરી સરકાર ગબડી જવાની પૂરી સંભાવના દેખાડી ગઈ હતી. જો કે સરકાર ડગમગી ગઈ હોવા છતાં શિવસેના બાજી સંભાળી લેવાની સમર્થતા જ દેખાડતો હતો. પક્ષનાં નેતા સંજય રાઉતે કહ્નાં હતું કે, ઍકનાથ શિંદેનો ઉપયોગ કરીને સરકાર પછાડવાના ભાજપના પ્રયાસ સફળ નહિ થાય. શિંદે ઍક વફાદાર શિવસૈનિક છે અને બાળાસાહેબના સિપાહી છે. તેમણે આગળ દાવો કર્યો હતો કે શિંદે સાથે સંપર્ક થઈ ગયો છે અને દિવસ પૂરો થયા પહેલા આ સંકટ સમાપ્ત થઈ જશે. આજે સુરતમાં બળવાખોર વિધાયકો સાથે મુંબઈથી આવેલા શિવસેનાના બે નેતાઍ બેઠક પણ કરી હતી. આ બેઠકમાં શિવસેનાઍ મોકલેલા મિલિન્દ નાર્વેકરે ફોન ઉપર ઉદ્ધવ અને શિંદે વચ્ચે વાત પણ કરાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here