ભારતીય મૂળની લિસા સ્ટાલેકર ફિકાની પહેલી મહિલા અધ્યક્ષ

 

લંડનઃ ઓસ્ટ્રેલિયાની પૂર્વ દિગ્ગજ ક્રિકેટર લિસા સ્ટાલેકર ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ ઍસોસિઍશનની પહેલી મહિલા અધ્યક્ષ બની છે. સ્વિત્ઝરલેન્ડના નિયોનમાં આયોજિત ફિકાની કાર્યકારી સમિતિની બેઠકમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની પૂર્વ કપ્તાન ૪૨ વર્ષીય લિસા સ્ટાલેકરને અધ્યક્ષ પદ સોંપવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. આફ્રિકાના પૂર્વ બેટસમેન બેરી રિચર્ડસ, વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર જિમ્મી ઍડમ્સ અને ઇંગ્લેન્ડનો પૂર્વ ખેલાડી વિક્રમ સોલંકી અગાઉ આ પદ સંભાળી ચૂકયા છે. પૂણેમાં જન્મેલી લિસા સ્ટાલેકરે ઓસ્ટ્રેલિયા તરફથી ત્રણેફ ફોર્મેટમાં કુલ ૧૮૭ ઇન્ટરનેશનલ મેચમાં પ્રતિનિધિત્વ કર્યું છે. વન ડેમાં તેણીઍ ૧૨પ મેચમાં બે સદી અને ૧૬ અર્ધસદીથી ૨૭૨૮ રન કર્યાં છે. આ ઉપરાંત સ્પિનરના રૂપમાં ૧૪૬ વિકેટ લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here