ભરૂચ જિલ્લાની દ્રષ્ટિ વસાવાએ વિશ્વ ફલક પર ગુજરાતને ગૌરવ અપાવ્યું

 

ભરૂચ: અડગ મનના મુસાફરને હીમાયલ પણ નડતો નથી આ પ્રેરણાત્મક ઉક્તિને સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે ગુજરાતના પ્રાચીન નગર એવા ભ‚ચના અંતરિયાળ વિસ્તારમાં રહેતી દ્રષ્ટિ વસાવા. આમ જોઈએ તો સામાન્ય કદ અને કાઠીમાં ઓછપ દેખાતી પણ આઈસ ગર્લ તરીકે ઓળખાતી દ્રષ્ટિ વસાવાની સ્ટોરી ફિલ્મી દુનિયાની સ્ક્રીપ્ટમાં આવતાં વળાંકની માફક લટાર મારી વાસ્તવિક બનતી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી, પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે જીતની જીદને વરેલી યુવાનીના ભરપૂર જોમ-જુસ્સાનું પરિણામ આપતી સફળ યાત્રા છે. ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજમાંથી આવતી ડાંગની ગોલ્ડ ગર્લ સરીતા ગાયકવાડ બાદ આશાનું કિરણ લઈને આવી છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની થવાં ગામની આઈસ ગર્લ તરીકે ઓળખાતી દ્રષ્ટિ વસાવા. તેણીની આવનારા વર્ષ ૨૦૨૬માં દરિયાપાર યોજાનાર ઓલમ્પિકમાં ભારત દેશ તરફથી પ્રથમવાર યજમાની કરશે. આ સફળ યાત્રાના મુખ્ય પ્રણેતા આઇસ ગર્લના માતાપિતા ઓછું શિક્ષણ અને સંકુચિત માનસિકતા ધરાવતા વિસ્તારમાં હકારાત્મક અભિગમથી નાનકડી દ્રષ્ટિને કેરિયર તરીકે રાજ્યમાં ભૌગોલિક પરિસ્થિતિને કારણે જવલ્લે જ રમાતી રમતને કારકિર્દી તરીકે માન્યતા આપી તેમજ રમતમાં મહારથ હાંસલ કરવાનું પ્રોત્સાહન પૂરૂ પાડ્યું તથા પોતાની દિકરીની ક્ષમતામાં વિશ્વાસ મૂક્યો. પોતાના માતા-પિતાના વિશ્વાસને સાચા અર્થમાં સાર્થક કરી બતાવીને આજે તેનું પરિણામ આ રમતમાં પોતાના કાંડાનું કૌવત્ત બતાવીને ૯ મી નેશનલ આઇસ સ્ટોક સ્પોર્ટ ચેમ્પિયનશીપમાં સતત ત્રીજી વખત મેડલ મેળવીને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂ પાડ્યું છે. ઇન્ડિયન આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજીત ૯મી ‘આઈસ સ્ટોક વિન્ટર નેશનલ ચેમ્પિયનશિપ-૨૦૨૩’નું ગુલમર્ગ કાશ્મીરમાં ૨ થી ૪ ફેબ્રઆરી યોજાઈ હતી. જેમાં ભારતના કુલ ૧૮ રાજ્યએ ભાગ લીધો હતો. તેમાં ગુજરાત રાજ્યથી ૨૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના ટીમ ગેમ ઇવેન્ટમાં ૧ ગોલ્ડ, ૨ સિલ્વર, ૧ બ્રોન્ઝ અને ટીમ ટાર્ગેટમાં ૧ સિલ્વર, ૨ બ્રોન્ઝ તેમજ ટીમ અને ઇન્ડિવિઝયુઅલ ડિસ્ટન્સમાં ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ મેળવી ૯મી આઈસ સ્ટોક વિન્ટર નેશનલ ચેમ્પિયનશિપ-૨૦૨૩માં ગુજરાત રાજયને નામનાં અપાવી હતી. આ ૯મી આઈસ સ્ટોક વિન્ટર નેશનલ ચેમ્પિયનશિપ-૨૦૨૩માંગુજરાત રાજ્યમાંથી ૮ વિધાર્થીઓ ખેલો ઇન્ડિયામાં પસંદગી પામ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here