શુભમન ગિલ વન-ડેમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન

 

હૈદરાબાદઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે હૈદરાબાદમાં  રમાયેલી પ્રથમ વન-ડેમાં શુભમન ગિલે બેવડી સદી ફટકારી અનેક રેકોર્ડ તોડી નાખ્યા હતા. ઓપનર શુભમન ગિલે ૧૪૫ બોલમાં બેવડી સદી ફટકારી હતી. ગિલ આખરે ૧૪૯ બોલમાં ૨૦૮ રન બનાવીને આઉટ થયો, જેમાં ૧૯ ચોગ્ગા અને ૯ છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે શુભમન ગિલે વન-ડે ક્રિકેટમાં તેના હજાર રન પૂરા કર્યા હતા. ૨૩ વર્ષના શુભમન ગિલે માત્ર ૧૯મી ઇનિંગ્સમાં હજાર રન પૂરા કર્યા હતા. ગિલ હવે સૌથી ઓછી ઇનિંગ્સમાં હજાર રન બનાવનાર વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. ગિલે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પણ પાછળ છોડી દીધો છે. બાબર આઝમે ૨૧ ઇનિંગ્સમાં પોતાના હજાર રન પૂરા કર્યા હતા. ગિલ ભારત માટે વનડેમાં સૌથી ઝડપી ઍક હજાર રન બનાવનાર ખેલાડી બની ગયો છે. પાકિસ્તાની બેટ્સમેન ફખર ઝમાને ૧૮ ઇનિંગ્સમાં ઍક હજાર રન પૂરા કર્યા હતા. પાકિસ્તાનનો ઇમામ-ઉલ-હક અને ભારતનો શુભમન ગિલ ૧૯-૧૯ ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. ઉપરાંત શુભમન ગિલ બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. શુભમને ૨૩ વર્ષ અને ૧૩૨ દિવસમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here