વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીયસ્તરના અધ્યક્ષ પદમાટે 14મી એપ્રિલે ચૂંટણી થશે

0
895

 

આગામી 14 એપ્રિલે વીએચપી – વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષપદ માટેની ચૂંટણી યોજવામાં આવી રહી છે. વીએચપીના ઈતિહાસમાં  52 વરસોમાં સૌપ્રથમવાર આ પ્રકારે ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ચૂંટણીને કારણે વીએચપીની આંતરિક સંગઠન વ્યવસ્થામાં અનેક ફેરબદલ થવાની શક્યતા છે. આનું મુખ્ય કારણ એ છે કે આ પદ માટે બે વ્યક્તિઓએ ઉમેદવારી કરી છે. કોઈ એક વ્યક્તિના નામ પર સર્વસંમતિ થઈ શકી નથી. 14 એપ્રિલે હરિયાણા સ્થિત ગુરુગ્રામ ખાતે આ ચૂંટણી યોજાશે. હાલમાં વીએચપીના કાયૅકારી અધ્યક્ષનું પદ સંભાળી રહેલા પ્રવીણ તોગડિયાનો પરાજય નિશ્ચિત મનાય છે. વીએચપીના અધ્યક્ષપદેથી રાઘવ રેડ્ડી પણ એમની ખુરશી ગુમાવશે એ વાત નક્કી ગણાય છે.

વીએચપીના નવા અધ્યક્ષની પસંદગી કરવામાટે ગત 29મી ડિસેમ્બરના ભુવનેશ્વર ખાતે્ સંગઠનના કારોબારી બોર્ડની બેઠક મળી હતી, જેમાં વી. કોકજેને નવા અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, પણ પ્રવીણ તોડગિયા અને તેમના સમર્થકોએ ધમાલ કરીને ચૂંટણી થવા દીધી નહોતી.

  અધ્યક્ષપદના મજબૂત દાવેદાર ગણાતા વિષ્ણુ સદાશિવ કોકજે હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ છે.તેઓ અગાઉ મધ્યપ્રદેશની હાઈકોર્ટમાં ન્યાયાધીશની કામગીરી બજાવી ચૂક્યા છે. વીએચપીના અધ્યક્ષપદની ચૂંટણી સંસ્થાના સભ્યો મતદાન દ્વારા કરતા હોય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here