એમપીના રાજ્યપાલ લાલજી ટંડનનું ૮૫ વર્ષની જૈફ ઉંમરે નિધન

 

લખનઉઃ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું ૮૫ વર્ષની જૈફ ઉંમરે નિધન થયું છે. ટંડનને ૧૧ જૂનથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તાવ આવતો હોવાના કારણે લખનઉની મેંદાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે સાંજે હોસ્પિટલ દ્વારા તેમની સ્થિતિ ક્રિટિકલ જણાવવામાં આવી હતી. લિવરમાં તકલીફ હોવાના કારણે ૧૪ જૂને ઈમરજન્સી ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમની હાલતમાં સુધારો થતો ન હોવાથી કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલને મધ્ય પ્રદેશનો અતિરિક્ત કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી, લાલજી ટંડને સમાજ માટે કરેલા કામો માટે હંમેશા યાદ રાખવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં ભાજપને મજબૂત કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા નીભાવી છે. તેઓ એક કુશળ પ્રશાસક હતા. કાયદાકીય મામલે તેમને ઊંડી સમજ હતી. અટલ બિહારી વાજપેયી સાથે તેઓ ઘણાં સમય સુધી જોડાયેલા રહ્યાા હતા. દુઃખના આ સમયે હું તેમના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરું છું. તેમની રાજકીય સફર ૧૯૬૦થી શરૂ થઈ હતી. તેઓ બે વાર કાઉન્સિલર, બે વાર વિધાનસભા પરિષદના સભ્ય, ત્રણ વખત ધારાસભ્ય રહ્યાં હતા. તેઓ યુપી વિધાનસભામામાં વિરોધપક્ષના નેતા પણ રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here