લોકસભામાં નેશનલ કોન્ફરન્સના નેતા અને સાંસદ ફારુક અબદુલ્લાનું વકતવ્ય  જમ્મુ- કશ્મીર કે લોગોં કો દિલ સે લગાઓ , કિસાનો કી વાત સુનો, સરકાર કો કિસાનોં કી સમસ્યાઓં કા જલ્દ સમાધાન ઢૂંઢના ચાહિયે …..

 

       લોકસાભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યાવાદ પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતાં નેશનલ કોન્ફરન્સના નેતા તેમજ સાંસદ ફારુક અબદુલ્લાએ લરકારને આગ્રહભરી અપીલ કરતાં જણાવ્યું હતું કે, સરકારકે જન્મુ- કાશ્મીરના લોકોને પ્રેમથી ભેટીને પરસ્પર વધુ સંવેદનાનું વાતાવરણ નિર્માણ કરવું જોઈએ. 

                       નેશનલ કોન્ફરન્સના પીઢ નેતા ફારુક અબદુલ્લાએ જણાવ્યું હતું કે, ભગવાન રામ આપણા સહુના છે, જો અલ્લાહ અને ભગવાન વચ્ચે ભેદભાવ કરવામાં આવશે તો દેશ તૂટી જશે. સરકારે સરકારે તેમની સમસ્યાઓનું જલ્દીથી નિરાકરણ કરવા પગલાં લેવાં જોઈએ. ખેડૂતોની વાત સાંભળવી જોઈએ.

      તેમણે સરકાર સામે ટકોર કરતાં કહ્યું હતું કે, ભૂતપૂર્વ વડાપ્રધાનો તેમજ દિગ્ગજ નેતાઓના કામ સામે આંગળી ચીંધવી એ લોકતંત્રની પરંપરા સાથે સુસંગત વાત નથી. તેમણે કહ્યું હતું કે, આજકાલ પંડિત જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી , સરદાર પટેલ અંગે સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે, એ યોગ્ય નથી. એ આપણી ભારતીય પરંપરા નથી. જે લોકો હવે હયાત નથી, તેમન પ્રત્યે સમ- આદરની ભાવના દર્શાવવી જોઈએ,. 

    વિશેષમાં તેમણે દેશના માહિતી  અને પ્રસારણ પ્રધાનને ધન્યવાદ આપતાં જણાવ્યું હતું કે, 18 મહિનાો બાદ હવે જમ્મુ- કાશ્મીરમાં 4જી સેવા શરુ કરવામાં આવી છે એ સારી બાબત છે. તમણે આક્ષેપ કર્યો હતો કે, જમ્મુ- કાશ્મીરમાં જિલ્લાવિકાસ પરિષદમાં વિજયી થયેલા ઉમેદવારોને તેમનો પક્ષ બદલવા માટે સ્થાનિક પ્રશાસન  દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. જેમણે સખત શબ્દોમાં એની ટીકા કરતાં કહ્યું હતું કે, જો દેશમાં સરકારે ખરેખર લોકતંત્રને જીવંત રાખવું હોય તો એણે  આ પક્ષાપક્ષી – અદલાબદલીની પ્રવૃત્તિને રોકવા  માટે કાયદો બનાવવો જોઈએ. કોરોના સંકટકાળનો ઉલ્લેખ કરીને ફારુક અબદુલ્લાએ કહ્યું હતું કે, સરકારે એવા પ્રયાસો કરવા જોઈએ કે જેના કારણે વધુમાં વધુ લોકોને વેકસિન ઉપલભ્ધ થાય . લોકડાઉન અને કોરોનાને કારણે દેશમાં બેરોજગારી ફેલાઈ ગઈ છે. લોકો પાસે રોજગાર નથી. અનેક લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે આ માટે નક્કર પ્રયાસો કરવા જરૂરી છે. મારા રાજ્યના લોકો તે અનેક તકલીફોનો સામંનો કરી રહ્યા છે. મારા પ્રદેશની હાલત તો બદતર થઈ ગઈ છે. સરકારે આ તમામ લોકોને સહાય કરવી જોઈએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here