રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાના સંકટ સામે વહીવટી તંત્ર સાબદું

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટ સામે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આયોજનની ઉચ્ચસ્તરીય બેઠકમાં વિગતો મેળવી હતી. સંભવિત વાવાઝોડા માટે એન.ડી.આર.એફ.ની ૧૫ તથા એસ.ડી.આર.એફ.ની ૧૨ ટીમો તહેનાત,  માર્ગ અને મકાન વિભાગની ૧૧૫ ટીમો, ઊર્જા વિભાગની ૫૯૭ ટીમો સંભવિત આપત્તિમાં માર્ગ પરની આડશો, દુરસ્તીકામ તથા વીજપુરવઠાની વિપરિત અસરો સામે પુનઃસ્થાપન માટે સજ્જ છે. ૧૬૭ જે.સી.બી-ર૩૦ ડમ્પર સહિત ૯ર૪ મશીનરી-વાહનો સાથે માર્ગ-મકાન વિભાગ સજ્જ-કચ્છમાં એસ.ઇ.ને ખાસ ફરજ સોંપાઇ છે. કચ્છમાં સંભવિત વિકટ સ્થિતીમાં આરોગ્ય સુવિધા જાળવી રાખવા ૪ સી.ડી.એચ.ઓ., ૧પ મેડીકલ ઓફિસર, સંયુકત પશુપાલન નિયામક ફરજરત કરવામાં આવ્યા છે.
 કચ્છમાં ૪૦ હજારથી વધુ ફૂડ પેકેટ, બે હજાર કિલોગ્રામ મિલ્ક પાવડર, ૪પ હજાર ટ્રેટાપેક મિલ્ક જરૂરતમંદ લોકોને પહોંચાડવા તૈયાર કરવામાં આવ્યા છે.
આઠ જિલ્લાઓમાં કુલ ૩૭,૭૯૪ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, ૮૬૯ મીઠા અગરના ૬રર૯ અગરિયાઓને પણ અન્યત્ર શિફ્ટ કરવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર સાબદુ બન્યું છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here