રાજયસભામાંUAPA બિલ પસાર કરવામાં મોદી સરકારને મળી સફળતા…લોકસભામાં અગાઉ UAPA બિલ પસાર કરાયું હદતું, હવે રાજ્યસભામાં એ પસાર થઈ જતાં સરકારે આતંકવાદને ખતમ કરવામાં વધુ સરળતા રહેશે

0
877


રાજ્યસભામાં યુએપીએ બિલ પસાર કરવામાં મોદી સરકારને સફળતા મળી છે. બિલના માટે મતદાન કરવામાં આઈવ્યું, જેમાં બિલની તરફેણમાં 147 મત અને એની વિરુધ્ધમાં 42 મત પડ્યા હતા. આથી બિલમાં સંશોધન કરવાનો માર્ગ મોકળો થયો હતો. આ બિલમાં કોઈ વ્યકિત કે સંગઠનને આતંકવાદી ઘોષિત કરવાની જોગવાઈ છે. રાજયસભાના કોંગ્રેસી સાંસદ પી. ચિદંબરમ અને દિગ્વિજય સિંહે એ બિલ પાછળના સરકારના ઈરાદા બાબત સવાલો ઊભા કર્યા હતા. તેનો ગૃહપ્રધાન અમિત શાહે જોરદાર ઉત્તર આપીને વિરોધીઓને ચૂપ કરી દીધા હતા. અમિત શાહે વિપક્ષની જોરદાર ઝાટકણી કાઢી હતી. તેમણે કોંગ્રેસ સરકારે લાદેલી ઈમરજન્સીના કાળા 18 મહિનાના ઈતિહાસનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, પહેલાં તમારો ઈતિહાસ તપાસો, પછી વાત કરો.. ઈમરજન્સીના ઍ9 મહિના દરમિયાન લોકતંત્રને સદંતર ખતમ કરી દેવામાં આવ્યું હતું. મિડિયા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. વિપક્ષના નાના- મોટા નેતાઓને જેલમામ પૂરી દેવામાં આવ્યા હતા. , અમારા પર કાયદાના ગેરઉપયોગનો આરોપ લગાવવા અગાઉ તમારો ભૂતકાળ તપાસો..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here