રાજકોટના રાજવી પેલેસમાં હાથમાં તલવાર સાથે ક્ષત્રિય બહેનોએ ગરબાની રમઝટ બોલાવી

રાજકોટ: રાજકોટના રાજવી પેલેસમાં ક્ષત્રિયાણીઓ દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી તલવાર રાસ, થાળી રાસ, તાળી રાસ, બુલેટ પર તલવાર સહિતના અનેક રાસ કરવામાં આવે છે. રાજવી પેલેસમાં ક્ષત્રિયાણીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. ક્ષત્રિયાણીઓએ બુલેટ પર તલવાર રાસ, એક હાથમાં સ્ટીયરિંગ અને બીજા હાથમાં તલવાર ફેરવીને સૌને અચંબિત કરી દીધા હતા. રાજકોટમાં શૌર્ય રાસનો આ અદભુત નજારો જોઈને સૌ કોઈ એક નજરે જોતા જ રહી ગયા હતા. રાજવી માંધાતાસિંહના પેલેસ પ્રાંગણમાં મહિલાઓએ ધારદાર એક-એક, બે-બે કિલોની તલવાર હાથમાં લઈને રાસ રમીને ગરબાની રમઝટ બોલાવી હતી. કોઈ દીકરી એક હાથમાં બુલેટ તો બીજા હાથમાં તલવાર લઈને રાસની રમઝટ બોલાવી તો કોઈ મહિલાએ એક હાથમાં જીપનું સ્ટિયરિંગ અને બીજા હાથમાં ધારદાર તલવાર સાથે રાસની રમઝટ બોલાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here