લદાખમાં  પીએમ મોદીના મિશનથી ચીન ખૂબ ગભરાઈ ગયું છે…

 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે જે રીતે લદાખના વિકાસનું આયોજન હાથ ધર્યું છે , તે જાણીને ચીન હેરાન -પરેશાન થઈ ગયું છે. લદાખમાં ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસિત નહતું ત્યારે ચીનને એલઓસી પર મન ફાવે તેમ વર્તવાની સરળતા રહેતી હતી. પરંતુ હવે મોદી સરકાર લદાખમાં રોડ તેમજ પુલથી લઈને  એરપોર્ટ સુધીની સુવિધાઓ વિકસિત કરી રહી છે . ચીનની ભારત સામેની દરેક કુટિલ ચાલ નિષ્ફળ ગઈ છે. ચીન હવે જાણી ગયું છેકે, લડાખનો વિકાસ એ નરેન્દ્ર મોદીનું સપનું છે, જેને કોઈ પણ ભોગે તેઓ સાકાર  કરશે. હવે લદાખમાં નવી સડકો બની રહી છે. ટૂરિઝમને પ્રોત્સાહનઆપવા માટે અનેક યોજનાઓ હાથ ધરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ પ્લાનનો મહત્વનો ભાગ છેઃ લેહ એરપોર્ટનું આધુનિકરણ. સમગ્ર દેશમને લદાખ સાથે જોડનારું આ એક માત્ર એરપોર્ટ છે- કુશક બાકુલા રિમ્પો  હવે એક નવી ટર્મિનલ બિલ્ડીંગ બનાવવામાં આવી રહી છે. જે આધુનિકતાની  સાથે સાથે લદાખની કલા અને સંસ્કૃતિ પર આધારિત હશે. લદાખ પોતાની સુંદરતાને કારણે દુનિયાભરના પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કરે છે. દર વરસે અહી હજારો પ્રવાસીઓ મુલાકાતે આવે છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર લેહ એરપોર્ટને અતિ આધુનિક બનાવવાની નેમ ધરાવે છે અને એ જ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લેહનું નવું ટર્મિનલ 18 હજાર, 985 ચોરસ મીટરમાં ફેલાયેલું હશે. એક સાથે 800 મુસાફરોની સાર સંભાળ રાખવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવવામાં આવશે.. એરપોર્ટના નવા મકાનમાં 18 ચેક ઈન કાઉન્ટર, 8 સેલ્ફ ચેકઈન  કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવશે. નવા ટર્મિનલને પરંપરાગત સ્તૂપ અને હિમાલયની આકૃતિનું રૂપ આપવામાં આવશે. ટર્મિનલની છતોને લદાખના ટેરેન અને લેન્ડસ્કેપ પહાડો જેવું સ્વરૂપ આપવામાં આવશે. બૌધ્ધધર્મની કળા અને સંસ્કૃતિના પ્રતીક ચિહ્નોને  એરપોર્ટ પર ખાસ સ્થાન આપવામાં આવશે. આશરે 4890 કરોડ રૂપિયાના ખર્ચે આ નવું ટર્મિનલ બનશે. જે આવતા વરસ સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું હશે. 

   લડાખમાં પર્યટકો વધશે, લદાખના લોકોની આત્મ નિર્ભરતા મજબૂત બનશેૈ. તે સાથે બૌધ્ધ ધર્મનો પ્રચાર – પ્રસાર પણ વધશે. જે ચીનની ગમતું નથી. કેન્દ્ર સરકારે કલમ 370 હટાવી લઈને લડાખને કેન્દ્રશાસિત બનાવ્યું , આ પ્રદેશના લોકોના સ્થાનિક વિકાસ પર ભાર મૂક્યો. આ વિસ્તાર દુશ્મનોથી ઘેરાયેલો છે. લદાખમાં જયારે વિદેશી પર્યટકો ફરવા આવે તો ચીને એ વાત જરાય ગમતી નથી. ચીનની સામે ભારત પણ એની ચાલનો જવાબ કુશળતા અને કુશાગ્ર રાજનીતિથી આપે છે. દુનિયા આખી એ વાત  માને છેકે, લદાખ જ નહિ, અકસાઈ ચીન પણ ભારતનો જ અવિભાજ્ય ભાગ છે