UNSC ભારતની નિર્વિરોધ જીત, વડાપ્રધાન મોદીએ આ રીતે વૈશ્વિક સમુદાયનો માન્યો આભાર 

 

નવી દિલ્હીઃ ભારત બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યું. ભારતને ૧૯૨ માંથી ૧૮૪ દેશોના મત મળ્યાં. ભારત બે વર્ષ માટે સુરક્ષા પરિષદનો અસ્થાયી સભ્ય રહેશે. આવું આઠમી વાર બન્યું છે કે ભારત UNSC અસ્થાયી સભ્ય બન્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત ચૂંટાઈ આવતા ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ભારત વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. ભારત ૨૦૧૧-૧૨માં પણ અસ્થાયી સભ્ય હતું. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સદસ્યતા માટે વૈશ્વિક સમુદાય દ્વારા દર્શાવવામાં આવેલા ભારે સમર્થન માટે હ્રદયથી આભારી છું. ભારત વૈશ્વિક શાંતિ, સુરક્ષા, લચીલાપણું, એક્તાને પ્રોત્સાહન આપવા માટે તમામ સભ્ય દેશો સાથે કામ કરશે. શ્ફ્લ્ઘ્માં ભારતના અસ્થાયી સભ્ય બનવાનું એ મહત્ત્વ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વૈશ્વિક નેતૃત્વ પર મહોર લાગી ગઈ છે. ભારત UNSC આઠમી વાર અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યું. જેનો અર્થ એ છે કે સુરક્ષા પરિષદમાં સ્થાયી સદસ્યતા ઉપર પણ ભારતનો દાવો મજબુત થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here