નાણાકીય વર્ષ 2018-2019 એચ-વનબી કેપઃ હવે તમારા એચ-વનબી બેક-અપ પ્લાન વિશે વિચારવાનો છેઃ ભાગ-2

0
1021

 

મલ્ટિનેશનલ કંપનીઓના ઇન્ટ્રા કંપની ટ્રાન્ફરીઝ (બદલી) માટે એલ-વનએ અને એલ-વનબી વિઝા
ઓફશોર કંપનીઓના કામ કરતા કામદારો એલ-વન નોનઇમિગ્રન્ટ વિઝા ઓપ્શનના ઉપયોગની શક્યતાની તપાસ કરી શકે છે. એલ-વન વિઝા પ્રોગ્રામ યુનાઇટેડ સ્ટેટ્સમાં મેનેજમેન્ટ, પ્રોફેશનલ, સ્પેશિયલાઇઝ્ડ નોલેજ સ્કિલ ધરાવતા વિદેશી નાગરિકોની કામચલાઉ બદલીની સુવિધા માટે તૈયાર કરાયો હતો. એલ કેટેગરીમાં બે પ્રકારના એલ વિઝા વચ્ચે મહત્ત્વપૂર્ણ સીમા દોરાયેલી છે. એલ-વનએ એક્ઝિક્યુટિવ અને મેનેજર માટે છે, જ્યારે એલ-વનબી સ્પેશિયલાઇઝ્ડ નોલેજ ધરાવતા કામદારો માટે છે.
કલાકાર અથવા અસાધારણ ક્ષમતા ધરાવતા ઉમેદવારો માટે ઓ-વન વિઝા
બે પ્રકારના ઓ-વન વિઝા છે. એલ-વન વિઝાની જેમ, ઓ-વન વિઝા વાર્ષિક મર્યાદાને આધીન નથી. ઓ-વન વિઝા કેટેગરી બે કેટેગરીમાં વિભાજિત છેઃ ઓ-વનએ અને ઓ-વનબી. ઓ-વનએ વિદેશી નાગરિકો માટે છે, જે આર્ટ્સ, સાયન્સ એજ્યુકેશન, બિઝનેસ અથવા એથ્લેટિકસમાં ‘એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી’ ધરાવતા હોય. મોશન પિક્ચર અથવા ટીવી પ્રોડક્શનમાં અથવા કલાકાર તરીકે જે તે વ્યકિત ઓ-વનબી વિઝા માટે માન્ય ગણાય છે, જો તે પોતાની પાસેનો ‘એક્સ્ટ્રાઓર્ડિનરી એચીવમેન્ટ’નો રેકોર્ર્ડ દર્શાવે. કેટલીક વાર, કલાકારો માટે, આ ‘વિશેષ યોગ્યતા’ દર્શાવવા માટે જરૂરી હોય છે.
એ જાણવું મહત્ત્વનું છે કે ઓ-વન વિઝા ઉપરોક્ત દર્શાવેલી કેટેગરીઓ માટે મર્યાદિત નથી. યુએસસીઆઇએસ ક્રાફ્્ટ્સમેન અને લેક્ચરર સહિત ‘કોઈ પણ ક્ષેેત્રના પ્રયાસ’ કાયદાના અર્થઘટનમાં આવરી લે છે. ‘આર્ટ્સ’ની વ્યાખ્યામાં ફક્ત મુખ્ય સર્જક અથવા પરફોર્મર્સનો સમાવેશ થતો નથી, પરંતુ જરૂરી વ્યક્તિઓ, જેમ કે ડિરેક્ટરો, સેટ ડિઝાઇનરો, કોરિયોગ્રાફર, ઓર્કેસ્ટ્રાટર્સ, કોચ, એરેન્જર્સ, કોસ્ચ્યુમ ડિઝાઇનર્સ, પ્રોડ્યુસર્સ, મેક-અપ આર્ટિસ્ટ, સ્ટેજ ટેક્નિશિયન અને એનિમલ ટ્રેઇનર્સનો સમાવેશ થાય છે.
ઉપસંહાર
યુનાઇટેડ સ્ટેટ્સમાંથી તમારી બેગ પેક કરતાં અગાઉ અને છોડતાં અગાઉ અથવા અમેરિકામાં તમારી રહેવાની અને કામ કરવાની આશાઓ છોડતાં પહેલાં, ભાવિ એચ-વનબી વિઝા લાભાર્થીઓએ વૈકલ્પિક વર્ક વિઝાના વિકલ્પોની સંભાળપૂર્વક તપાસ કરવી જોઈએ, જે તેમને યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉપલબ્ધ થઈ શકે છે. મર્યાદા-મુક્ત એચ-વનબી વિઝા માટે કોઈ પણ વ્યક્તિ ક્વોલિફાય થઈ શકે છે, જો તેને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા (અથવા સંબંધિત અથવા સંલગ્ન બિનનફાકારક સંગઠન)માંથી અથવા બિનનફાકારક-સરકારી સંશોધન સંસ્થામાંથી રોજગારીની ઓફર મળે. થર્ડ-પાર્ટી રોજગારદાતા સાથે રોજગારી ધરાવતી વ્યક્તિ પણ મર્યાદા-મુક્ત એચ-વનબી માટે ક્વોલિફાય થઈ શકે છે, જે માન્ય સંસ્થાઓમાં કામ કરવાની લાભાર્થીને તક પૂરી પાડશે, જે માન્ય સંસ્થાઓના મુખ્ય હેતુ માટે લાભદાયી રહેશે.
આ ઉપરાંત, યુનાઇટેડ સ્ટેટ્સ અથવા ઓફશોર (દરિયાકાંઠેથી દૂર) બન્ને સ્થળે ઓફિસો ધરાવતી કંપનીઓના કામદારો માટે એલ-વન ઇન્ટ્રાકંપની ટ્રાન્સફર વિઝાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે.
આ સિવાય, સાયન્સ, આર્ટ, એજ્યુકેશન, બિઝનેસ અથવા એથ્લેટિક્સ જેવાં ક્ષેત્રોમાં ‘અસાધારણ ક્ષમતા’ ધરાવતા નાગરિકો ઓ-વનએ વિઝા માટે ક્વોલિફાય થઈ શકશે, જ્યારે મોશન પિક્ચર્સ અથવા ટીવી પ્રોડક્શનમાં ‘એક્સ્ટ્રાઓર્ડિનરી એચીવમેન્ટ’ ધરાવતા વિદેશી નાગરિકો માટે ઓ-વનબી વિઝા યોગ્ય રહેશે.
એફ-વન સ્ટેમ વિદ્યાર્થીઓ તેઓના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઓફિસર્સ (આઇએસઓ) અથવા તેઓના ડેઝિગ્નેટેડ સ્ટુડન્ટ ઓફિસર્સ (ડીએસઓ) સાથે વાત કરતાં પહેલાં તેમના આઇ-20 ફોર્મના એન્ડોર્સમેન્ટ મેળવવા વિશે ચોક્કસ હોવા જોઈએ.
અમે વિદ્યાર્થીઓને એ યાદ અપાવવા માગીએ છીએ કે જે વિદ્યાર્થીઓએ માસ્ટર્સ ડિગ્રી પ્રોગ્રામમાં નામ નોંધાવ્યું હોય, એ આશા સાથે કે આગામી વર્ષે એચ-વનબી કેપ માટે તેમને વધુ સારી તક મળશે, તેમણે સાવચેતીથી પોતાનો માસ્ટર્સ ડિગ્રી પ્રોગ્રામ પસંદ કરવો જોઈએ, કારણ કે વધારાના 20 હજાર વિઝાની માસ્ટર્સ ડિગ્રી એચ-વનબી કેપ માટે તમામ માસ્ટર્સ ડિગ્રી પ્રોગ્રામ્સ જે તે વિદ્યાર્થીને કવોલિફાય ગણતા નથી.
નાચમન ફુલવાની ઝિમોવેક લો ગ્રુપમાં ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ રોજગારદાતાઓ અને કામદારોને નોનઇમિગ્રન્ટ અને ઇમિગ્રન્ટ વિઝા સંબંધિત તેઓના વિકલ્પો સમજવા માટે મદદરૂપ થઈ શકે છે. એચ-વનબી વિઝા વિશે અથવા એચ-વનબીના વિકલ્પો વિશે વધુ માહિતી મેળવવા માટે સંપર્ક કરી શકો છો.  ફોન નંબરઃ 201-670-0006

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here