મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેનું મુખ્યમંત્રીપદેથી રાજીનામું

 

 

મુંબઈ: મહારાષ્ટ્રનું રાજકીય સંકટ હવે અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટે શિવસેનાની દલીલ ફગાવ્યા બાદ લોર ટેસ્ટના આદેશ આપ્યા. જેના થોડા સમય બાદ મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ ફેસબુક લાઇવ કરીને રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે શિંદે જૂથને લઇને પોતાની વાત રાખી અને કહ્યું કે તમારે તમારી વાતને યોગ્ય રીતે મૂકવાની જરૂર હતી. ઉદ્ઘવે કહ્યું કે જેઓ દગો આપશે તેવું લાગતું હતું તેઓ સાથે જ રહ્યાં. તેમણે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી ચીફ શરદ પવારનો આભાર વ્યક્ત કર્યો. 

ઠાકરે રાજીનામુ આપવા રાજભવન પહોંચ્યાહતાં. ફેસબુક લાઇવ દરમિયાન ઠાકરેએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા કલ્યાણકારી કાર્યો અંગે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે સંભાજીનગરનો કેબિનેટમાં પ્રસ્તાવ કર્યો ત્યારે કોંગ્રેસ અને એનસીપીએ સમર્થન કર્યું અને અમારા લોકો ગેરહાજર રહ્યા. જેમના માટે બધુ જ કર્યું તેઓ નારાજ છે જ્યારે કે અનેક ગરીબ લોકો માતોશ્રી પર આવીને લડવા માટે કહી રહ્યાં છે.

ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય માન્ય છે. આવતી કાલે બહુમત પરીક્ષણ થશે, એવામાં જે લોકો દગો આપશે એવું કહેવામાં આવ્યું હતું તેઓ આજે સાથે છે. જ્યારે કે મારા પોતાના લોકો નારાજ થઇ દૂર જતા રહ્યાં. જે પણ નારાજગી છે તે મારી સામે આવીને કહો. લાઇવ દરમિયાન ઉદ્ઘવ ઠાકરેએ શિવસૈનિકોને આહ્વાન કર્યું કે તેઓ બાગીઓને મુંબઇ સકુશળ આવવા દે. એકનાથ શિંદે પર નિશાનો સાધતા ઉદ્ઘવે કહ્યું કે જેમને શિવસેના અને બાળાસાહેબે મોટા કર્યા, તેમના દીકરાને જ આ લોકોએ નીચુ દેખાડ્યું. ઉદ્ઘવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું કે મુખ્યમંત્રી પદ છોડવાનો કોઇ અફસોસ નથી. આ દરમિયાન તેમણે સૌને સાથ આપવાની અપીલ પણ કરી અને કહ્યું કે મારે સૌનો સાથ જોઇએ, મારે સૌનો આશીર્વાદ જોઇએ. લાઇવ દરમિયાન ઉદ્ઘવે મુસ્લિમ સમાજના લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે સીએએ અને એનઆરસીને લઇને મુંબઇમાં કોઇ હિંસક સ્થિતિ સર્જાઇ નથી. આ માટે હું મુસ્લિમ સમાજના લોકોનો આભાર માનુ છું. તેમણે કહ્યું કે તેઓ હવે ફરીથી શિવસેના ભવનમાં બેસવાનું શરૂ કરશે. તેમણે તમામ સરકારી કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો.

એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોએ ગૌહાટીની રેડિસન બ્લૂ હોટલમાંથી ચેકઆઉટ કરી લીધું છે અને એરપોર્ટ તરફ નીકળી ગયા હતાં. આ ધારાસભ્યો ગૌહાટીથી સીધા મુંબઇ જવાને બદલે ગોવા પહોંચ્યા હતાં અને ત્યાંની તાજ હોટલમાં રોકાયા હતાં જ્યારે તેમના માટે ૭૦ રૂમ બુક કરાયા હતાં. ત્યારબાદ સીધા મુંબઇ પહોંચશે અને લોર ટેસ્ટમાં ભાગ લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here