ભારતે ચીનથી આયાત કરવામાં આવતા દૂધ અને દૂધની બનાવટો પર પ્રતિબંધ મૂક્યો …

0
1164

 

ભારતે ચીનમાંથી આયાત કરવામાં આવતાં દૂધ અને દૂધમાંથી બનતી ખાદ્ય વસ્તુઓ પર છ મહિના માટે પ્રતિબંધ મૂકી દીધો હતો. જેમાં ચોકલેટ તેમજ ચોકલેટયુકત અન્ય બનાવટોને પણ શામેલ કરવામાં આવ્યા હતા. આ પ્રતિબંધનું કારણ ઉપરોક્ત ઉત્પાદનો હલકી ગુણવત્તાના હોવાને લીધે ભારત સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ વરસે 23 ડિસેમ્બર સુધી આ પ્રતિબંધ લાગુ રહે્શે. ત્યારબાદ ચીનથી આયાત કરાતા દૂધ અને દૂધના ઉત્પાદનોની ગુણવત્તાની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે . જો આ ઉત્પાદનોની ગુણવત્તામાં સુધારો થયેલો નહિ જણાય તો પ્રતિબંધની સમય મર્યાદા વધુ લંબાવવામાં આવશે. ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગ મંત્ર્યાલયના વિદેશ- વ્યાપાર ડિપાર્ટમેન્ટની સંબંધિત કમિટી સાથે ચર્ચા- વિચારણા થયા બાદ ઉપરોક્ત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાની ઘોષણા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here