ભારતની પ્રથમ પ્રાઈવેટ ટ્રેનનો કોયંબતૂરથી પ્રારંભ

 

કોયંબતૂરઃ ભારત ગૌરવ યોજના અંતગર્ત ઇન્ડિયાની પ્રથમ પ્રાઇવેટ ટ્રેન સેવાને કોયંબતૂરથી લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી છે. ભારતીય રેલવેઍ આ ટ્રેનને પ્રાઇવેટ સર્વિસ પ્રોવાઇડરને બે વર્ષ માટે લીઝ પર આપી છે. આ ટ્રેન મહિનામાં ત્રણ વાર દોડશે.  દક્ષિણ રેલવેના મુખ્ય જન સંપર્ક અધિકારી બી ગુગનેસના અનુસાર આ ટ્રેન મંગળવારે કોયંબતૂર નોર્થથી સાંજે ૬ વાગે રવાના થશે અને ગુરૂવારે સવારે ૭ઃ૨૫ મિનિટ પર શિરડી સાંઇ નગર પહોંચશે. તેમાં ઍકસથે ૧,૫૦૦ લોકો મુસાફરી કરી શકે છે. શિરડી પહોંચતાં પહેલાં ટ્રેન તિરૂપુર, ઇરોડ, સેલમ જોલારપેટ, બેંગલુરૂ યેલહંકા, ધર્માવરા, મંત્રાલયમ રોડ અને વાડીમાં રોકાશે. આ ટ્રેનની ટિકિટના દર ભારતીય રેલવે દ્વારા લેવામાં આવનાર નિયમિત ટ્રેનના બરાબર છે. આ સાથે જ તેમાં મુસાફરી કરનાર મુસાફરો માટે શિરડી સાંઇ બાબા મંદિરમાં દર્શન માટે વિશેષ વીઆઇપી સુવિધા મળશે.