ભારતની કોરોનાની રસીએ આખી દુનિયાને બચાવીઃ અમેરિકન વિજ્ઞાની

હ્યુસ્ટનઃ અમેરિકાના એક અગ્રણી વિજ્ઞાનીએ કોરોના વાઈરસ રસી મુદ્દે ભારતની પ્રશંસા કરી છે. હ્યુસ્ટનના વૈજ્ઞાનિકે કહ્યું ભારતે રસી લોન્ચ કરીને સમગ્ર દુનિયાને કોરોનાની મહામારીમાંથી બચાવ્યું છે. એવામાં ભારતના યોગદાનને ઓછું આંકી શકાય નહીં. તેમણે કોરોના મહામારી દરમિયાન ભારતને ફાર્મસી ઓફ ધ વર્લ્ડ તરીકે પણ ઓળખાવ્યું હતું. દરમિયાન નેપાળમાં કોરોના રસીકરણ અભિયાનનો બીજો તબક્કો શરૂ થયો છે ત્યારે નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલિએ રવિવારે ભારતમાં નિર્મિત કોવિશિલ્ડ રસી લીધી હતી. 

હ્યુસ્ટનમાં બાયલર કોલેજ ઓફ મેડિસિનની નેશનલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિનના ડીન ડો. પીટર હોટ્ઝે એક વેબિનારમાં જણાવ્યું હતું કે, એમઆરએનએની બે રસી દુનિયાના ગરીબ અને મધ્યમ આવકવાળા દેશો સુધી પહોંચી શકી નથી, પરંતુ ઑક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી ભારતની સીરમ ઈનિ્સ્ટટયૂટે બનાવેલી રસીનો પુરવઠો આખા વિશ્વમાં પહોંચી રહ્યો છે. ભારતમાં કોરોના વાઈરસની બે રસીઓને ઈમર્જન્સી વપરાશ માટે મંજૂરી મળ્યા પછી બે ડઝનથી વધુ દેશોમાં ભારત દ્વારા રસી પહોંચાડવામાં આવી રહી છે. તેથી ભારતના યોગદાનને ઓછું આંકવું જોઈએ નહીં. વેબિનારને સંબોધન કરતાં પીટરે કહ્યું કે રસી સમગ્ર વિશ્વમાં પહોંચાડવી એ દુનિયા માટે ભારતની ભેટ સમાન છે. 

એસ્ટ્રાજેનેકા પાસેથી લાઈસન્સ મેળવ્યા પછી કોવિશિલ્ડનું ઉત્પાદન પૂણે સ્થિત સિરમ ઈનિ્સ્ટટયૂટમાં થઈ રહ્યું છે. બીજીબાજુ ભારત બાયોટેક દ્વારા નિર્મિત કોવેક્સિન સંપૂર્ણપણે સ્વદેશી રસી છે. આ રસી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના વૈજ્ઞાનિકોના સહયોગથી ભારત બાયોટેક દ્વારા સંયુક્ત રૂપે વિકસાવાઈ છે. 

દરમિયાન નેપાળમાં કોરોનાના રસીકરણ અભિયાનનો બીજો તબક્કો શરૂ થયો છે ત્યારે રવિવારે વડા પ્રધાન કેપી શર્મા ઓલિએ ભારતમાં નિર્મિત કોવિશિલ્ડ રસી લીધી હતી. ૬૯ વર્ષીય નેપાળી નેતાએ પત્ની રાધિકા શાક્યા સાથે ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં રસી મેળવી હતી. દરમિયાન સમગ્ર વિશ્વમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૧૧,૭૨,૫૭,૫૪૨ થઈ છે, જ્યારે મૃત્યુઆંક ૨૬,૦૨,૩૭૧ થયો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોનાના ૯,૨૭,૮૬,૫૨૨ દર્દીઓ સાજા થઈ ગયા છે. 

હ્યુસ્ટનઃ ચાવીઃ અમેરિકન વિજ્ઞાનીઅમેરિકાના એક અગ્રણી વિજ્ઞાનીએ કોરોના વાઈરસ રસી મુદ્દે ભારતની પ્રશંસા કરી છે. હ્યુસ્ટનના વૈજ્ઞાનિકે કહ્યું ભારતે રસી લોન્ચ કરીને સમગ્ર દુનિયાને કોરોનાની મહામારીમાંથી બચાવ્યું છે. એવામાં ભારતના યોગદાનને ઓછું આંકી શકાય નહીં. તેમણે કોરોના મહામારી દરમિયાન ભારતને ફાર્મસી ઓફ ધ વર્લ્ડ તરીકે પણ ઓળખાવ્યું હતું. દરમિયાન નેપાળમાં કોરોના રસીકરણ અભિયાનનો બીજો તબક્કો શરૂ થયો છે ત્યારે નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલિએ રવિવારે ભારતમાં નિર્મિત કોવિશિલ્ડ રસી લીધી હતી.

હ્યુસ્ટનમાં બાયલર કોલેજ ઓફ મેડિસિનની નેશનલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિનના ડીન ડો. પીટર હોટ્ઝે એક વેબિનારમાં જણાવ્યું હતું કે, એમઆરએનએની બે રસી દુનિયાના ગરીબ અને મધ્યમ આવકવાળા દેશો સુધી પહોંચી શકી નથી, પરંતુ ઑક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી ભારતની સીરમ ઈનિ્સ્ટટયૂટે બનાવેલી રસીનો પુરવઠો આખા વિશ્વમાં પહોંચી રહ્યો છે. ભારતમાં કોરોના વાઈરસની બે રસીઓને ઈમર્જન્સી વપરાશ માટે મંજૂરી મળ્યા પછી બે ડઝનથી વધુ દેશોમાં ભારત દ્વારા રસી પહોંચાડવામાં આવી રહી છે. તેથી ભારતના યોગદાનને ઓછું આંકવું જોઈએ નહીં. વેબિનારને સંબોધન કરતાં પીટરે કહ્યું કે રસી સમગ્ર વિશ્વમાં પહોંચાડવી એ દુનિયા માટે ભારતની ભેટ સમાન છે. 

એસ્ટ્રાજેનેકા પાસેથી લાઈસન્સ મેળવ્યા પછી કોવિશિલ્ડનું ઉત્પાદન પૂણે સ્થિત સિરમ ઈનિ્સ્ટટયૂટમાં થઈ રહ્યું છે. બીજીબાજુ ભારત બાયોટેક દ્વારા નિર્મિત કોવેક્સિન સંપૂર્ણપણે સ્વદેશી રસી છે. આ રસી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના વૈજ્ઞાનિકોના સહયોગથી ભારત બાયોટેક દ્વારા સંયુક્ત રૂપે વિકસાવાઈ છે. 

દરમિયાન નેપાળમાં કોરોનાના રસીકરણ અભિયાનનો બીજો તબક્કો શરૂ થયો છે ત્યારે રવિવારે વડા પ્રધાન કેપી શર્મા ઓલિએ ભારતમાં નિર્મિત કોવિશિલ્ડ રસી લીધી હતી. ૬૯ વર્ષીય નેપાળી નેતાએ પત્ની રાધિકા શાક્યા સાથે ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં રસી મેળવી હતી. દરમિયાન સમગ્ર વિશ્વમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૧૧,૭૨,૫૭,૫૪૨ થઈ છે, જ્યારે મૃત્યુઆંક ૨૬,૦૨,૩૭૧ થયો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોનાના ૯,૨૭,૮૬,૫૨૨ દર્દીઓ સાજા થઈ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here