ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા વૈજ્ઞાનિક હોમી જહાંગીર ભાભાના જીવન પર આધારિત ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે સૈફ અલી ખાન …

 

         ભારતના જાણીતા અંતરિક્ષ વૈજ્ઞાનિક નંબી નારાયણનને જાસૂસી જાળમાં ફસાવવાની ઘટના પર તાજેતરમાં જ દક્ષિણની ફિલ્મના તેમજ બોલીવુડની હિન્દી ફિલ્મોના અભિનેતા આર. માધવને રોકેટ્રી નામની ફિલ્મનું નિર્માણ કર્યું છે. આ ફિલ્મના ટ્રેલરે સહુને અત્યંત પ્રભાવિત કર્યા હતા. ભારતના અવકાશ – વિજ્ઞાનના ક્ષેત્રમાં સૌથી અગ્રેસર રાખવાના પ્રયાસો કરનાર વૈજ્ઞાનિક નંબી નારાયણનને કેટલીક વિદેશી તાકાતોના ઈશારે ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા. તેમના પર જાસૂસી કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. છેવટે તેઓને નિર્દોષ ઠેરવવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક ઉમદા અને કર્તવ્યનિષ્ઠ વિજ્ઞાનીને ઘણી તકલીફો અને અપમાનો સહન કરવાં પડયા હતા. આ આખા કથાનક પર આધારિત ફિલ્મ બનાવવાની માધવને હિંમત કરી હતી. સમગ્ર દેશના તમામ જાણીતા લોકોએ અભિનેતા માધવનની આવી ફિલ્મ બનાવવાની હિંમત કરવા બદલ દાદ આપી હતી. માનવામાં આવી રહ્યું છે કે કોરોનાનો પ્રકોપ સમાપ્ત થયા બાદ આ ફિલ્મ જલ્દીથી સિનેમાઘરોમાં રિલિઝ કરવામાં આવશે. માધવનની ફિલ્મના ટ્રેલરને મળેલા જોરદાર પ્રતિસાદને કારણે હવે જે ફિલ્મ- નિર્માતાઓ દેશના વૈજ્ઞાનિકોના જીવન પર આધારિત ફિલ્મોનું નિર્માણ કરવા માગે છે તેમના ઉત્સાહમાં પણ વધારો થયો હતો. 

  બોલીવુડના સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાન વૈજ્ઞાનિક હોમી ભાભાના જીવન પરથી પણ ફિ્લ્મ બનવાની શક્યતા છે. ભારતના સૌપ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીના શપથગ્રહણના દિવસે જ હોમી ભાભાનું વિમાન દુર્ધટનામાં મત્યુ થયું હતું. હવાઈ દુર્ઘટનામાં દેશે એક મહાન અવકાશ- વિજ્ઞાની ગુમાવ્યો હતો. ડો. હોમી ભાભાનું મત્યુ એક શું એક વિમાન- દુર્ઘટના હતી કે તેની પાછળ કોઈ કાવતરું હતું – એ વાત હજી પ્રગટ તી નથી. 24 જાન્યુઆરી, 1966માં વિમાન- અકસ્માતમાં ડો. હોમી જહાંગીર ભાભાનું દુખદ નિધન થયું હતું. આ ઘટના પર આધારિત ફિલ્મનું રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ ગ્રુપ દ્વારા નિર્માણ થઈ રહયું હોવાની માહિતી મળી હતી. જો કે રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ ગ્રુપના સીઈઓ શિબાશિષ સરકારે આ અંગે કશું જણાવ્યું નથી. માનવામાં આવે છેકે ઉપરોકત ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે જાણીતા અભિનેતા સૈફ અલી ખાનનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here