બિહારમાં એનડીએ સરકાર, નીતિશકુમાર ૯મી વખત મુખ્યમંત્રી બન્યા

નવી દિલ્હી: આગામી 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે બિહારમાં મોટો રાજકીય ખેલ પાડી દીધો છે. વારંવાર પક્ષ બદલતા રહેતા નીતિશ કુમાર નવમી વાર બિહારના મુખ્ય પ્રધાન બન્યા છે. એક સમયે અમિત શાહે કહેલું કે તેમના માટે NDAના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા છે, તેમ છતાં નીતીશ કુમારને તેની સાથે (NDAમાં) જોડ્યા છે.
વારંવાર પક્ષ પલટો કરતાં નીતીશ કુમાર ભાજપ માટે શા માટે આટલા મહત્વના છે તેના 3 મુખ્ય કારણો માનવામાં આવે છે. જાતીય સમીકરણ, ભાજપનો ઇન્ટરનલ સર્વે અને INDIA ગઠબંધનને તોડવાની કોશિશ. જો સૌથી પહેલા આપણે બિહારમાં ભાજપની લહેરની વાત કરીએ તો તેના આંતરિક સર્વે પ્રમાણે ભાજપને લઈને કોઈ ખાસ ફિડબેક મળી રહ્યું ન હતું. અને આમ જોવા જઈએ તો ઉત્તરના અન્ય રાજ્યો કરતાં બિહારમાં ભાજપ એટલી પણ મજબૂત નથી અને ઉપરથી JDU અને મહાગઠબંધન ભાજપનું ટેન્શન વધારી રહી હતી. જો 2019ની ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપ અને JDUએ સાથ મળીને ચૂંટણી લડ્યા હતા અને 40 માંથી 39 બેઠકો પર જીત મેળવી હતી. આ 39 બેઠકો માંથી ભાજપ 17, JDU 16 અને 6 સીટ LJP એ મેળવી હતી. જેથી ભાજપ ફરીવાર આવું જ પ્રદર્શન કરવા માંગે છે જેને લઈને બિહારમાં ભાજપ માટે નીતીશ ઘણા જ મહત્વના સાબિત થયા છે.
બીજા કારણ INDIA ગઠબંધનની જો વાત કરીએ તો આ ગઠબંધન માટે નીતીશ કુમાર ઘણા મહત્વના નેતા હતા. અને સાથે સાથે અલગ અલગ રાજયોની પાર્ટીના મહત્વના ચેહરાઓ એક સાથે જોવા મળી રહ્યા હતા. જે માટે થઈને ભાજપ માટે આ ગઠબંધનને કોઈ પણ ભોગે તોડવાની કોશિશ કરી રહી છે. છેલ્લું અને સૌથી મહત્વનુ કારણ જાતિ સમીકરણ માની શકાય. બિહારમાં કાસ્ટ પોલીસ્ટિક્સ અત્યંત મહત્વનુ માનવામાં આવે છે. રાજયમાં 30 ટકા વસ્તી EBC એટલે કે અત્યંત પછાત વર્ગની છે. આ વર્ગમાં કુર્મી, નિષાદ, કોયરી, નાઈ, તેલી, જેવી જાતિઓનો સમાવેશ થાય છે, જે મોટે ભાગે JDUને જ મત આપે છે. અને ભાજપ કોઈ પણ રીતે આ મતોને પોતાની તરફ આકર્ષવા માંગશે. જો 2024ના લોકસભાની ચૂંટણીમાં NDA નીતીશ કુમાર વગર મેદાને ઉતરી હોત તો કુલ 40 બેઠકો માંથી NDA ને 39% બેઠકો મળી શકી હોત એટલે કે 16-18 બેઠકો અને INDIA ગઠબંધનને 43% એટલે કે 21-23 બેઠકો. જેથી INDIA ગઠબંધનને તોડવા ભાજપ માટે બિહારમાં આ ‘ઓપરેશન લોટસ’ ખુબજ મહત્વનુ હતું એમ કહી શકાય.
નીતિશકુમારે રવિવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આરજેડી અને ઇન્ડિયા ગઠબંધનના નીતિશના મિત્ર હતા, પરંતુ હવે તે વિપક્ષ બની ગયા છે. નીતિશકુમારે વળતો પ્રહાર કરતા જ હવે આરજેડીના નેતાઓ પણ ખુલ્લેઆમ સામે આવ્યા છે. બિહારના પૂર્વ મંત્રી અને આરજેડી નેતા તેજ પ્રતાપ યાદવે ઇશારા દ્વારા નીતિશની બેવફાઇ પર નિશાન સાધ્યુ, તેમણે એક કવિતા દ્વારા તેમના હૃદયની પીડા વ્યકત કરી. તે જ સમયે તેમની બહેન રોહિણી આચાર્યએ પણ નીતિશનું નામ લીધા વિના તેમના પર હૂમલો કર્યો હતો. રોહિણીએ ટ્વિટ કર્યુ, ‘કચરો ફરીથી કચરાપેટીમાં ગયો.’
નીતિશ કુમારે ૯મી વખત મુખ્યમંત્રી તરીક શપથ લીધા. રાજયપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લકરે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પછી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી, વિપક્ષના નેતા વિજય સિંહા અને વિજય ચૌધરીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. નીતિશકુમારની સાથે કુલ ૮ મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં સમ્રાટ ચૌધરી (ભાજપ), વિજય સિન્હા (ભાજપ), ડો. પ્રેમ કુમાર (ભાજપ), વિજેન્દ્ર પ્રસાદ (જેડીયુ), શ્રવણકુમાર (જેડીયુ), વિજયકુમાર ચૌધરી (જેડીયુ), સંતોષકુમાર સુમન (હમ)અને સુમિત સિંહ (અપક્ષ)નો સમાવેશ થાય છે.
તેજસ્વીએ કહ્યું કે રમત હજુ બાકી છે. હું જે કહું તે કરું છું. જેડીયુ ૨૦૨૪માં સમાપ્ત થશે. તેઓ સીએમ તરીકે કંઇ કરી શકયા નથી. નાયબ મુખ્યમંત્રીએ આટલુ કામ કર્યુ છે. તે પચાવી ન શકયા. અમે કામમાં માનીએ છીએ. આખી રાત જાગતા રહ્યા અને હોસ્પિટલોમાં દરોડા પાડયા. બેરોજગારોને નોકરીઓ આપી છે. જેડીયુ નેતા કેસી ત્યાગીએ કહ્યું કે નીતિશ કુમારે કોંગ્રેસને કારણે ઇન્ડિયા ગઠબંધન છોડી દીધું છે. કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ કરવા માંગતી હતી. એક કાવતરાના ભાગરૂપે, ૧૯ ડિસેમ્બરે યોજાયેલી ‘ઇન્ડિયા’ની બેઠકમાં, મમતા બેનર્જીએ પીએમ ઉમેદવાર તરીકે મલ્કિાર્જુન ખડગેનું નામ રજૂ કર્યુ. મુંબઇમાં અગાઉની બેઠકમાં, બધાએ નક્કી કર્યુ હતું કે ઇન્ડિયા ગઠબંધન પીએમ ફેઇસ વિના ચુંટણીમાં જશે. કોંગ્રેસ પણ સીટ વહેંચણી પર ચર્ચા મોકૂફ રાખી હતી. અમે વારંવાર કહી રહ્યા હતા કે સીટની વહેંચણી પર તાત્કાલિક સહમતી થવી જોઇએ. ઇન્ડિયા પાસે ભાજપ સામે લડવાની કોઇ યોજના નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here