કોરોનાની મહામારીએ બોલીવુડ માટે મોટું સંકટ ઊભું કરી દીધું છે…ફિલ્મના નિર્માણ અને રિલિઝ પર બુરી અસર પડી છે..

 

       કોરોનાની મહામારીએ સમગ્ર માનવ જીવન પર ગંભીર અને મોટેભાગે તકલીફભરી અસર કરી છે. માનવજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોનાં ધંધા- રોજગાર બંધ થઈ ગયાં છે. અનેક લોકોએ રોજગાર- નોકરી ગુમાવી છે. અનેક લોકો કામ વિનાના થઈ ગયાં છે. ચમકદમકથી ગાજતું બોલીવુડ હાલમાં સૂમસામ છે, નિરાશ છે. ફિલ્મ- ઉદ્યોગની સાથે સંકળાયેલા અનેક લોકો પાસે આજે કામ નથી. ફિલ્મ- નિર્માતાઓના શૂટિંગ અટકી પડયા છે. નવી તૈયાર થઈને પડેલી ફિલ્મો રિલિઝ થઈ નથી રહી. મલ્ટીપ્લેક્સ અને થિયેટરો મહિનાઓથી બંધ છે. . મોટા નિર્માતાઓ પોતાની ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મના સહારે રિલિઝ કરી રહ્યા છે. બોકસ ઓફિસ ફરી શરૂ થાય તેની રાહ જોવાનું પણ નિર્માતાઓ ટાળી રહ્યા છે. નિર્માતા વિક્રમ મલહોત્રાએ વિદ્યા બાલનની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ શકુંતલાદેવીને ઓનલાઈન પ્લેટફોર્મ પર રિલિઝ કરવાની જાહેરાત પણ કરી દીધી હતાી. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર રિલિ્ઝ થશે. પેનોરમા સ્ટુડિયોના કુમાર મંગત પાઠકે  ભુજઃ ધ પ્રાઈડ ઈન્ડિયા, ધ બિગ બુલ અને ખુદા હાફિઝ – બધું જ ડિઝની હોટસ્ટાર પર રિલિઝ કરવાનું નક્કી કરી લીધું હોવાના સમાચાર મળ્યા હતા. ભૂષણકુમારની ટી- સિરિઝની નાના બજેટની ફિલ્મો : લ્યુડો, ઝુંડ અને ઈંદુ કી જવાની પણ હવે ઓટીટી પ્લેટફોર્મ દ્વારા જ રિલિઝ થશે. ટી સિરિઝની આગામી ફિલ્મો કે જેમાં જહોન અબ્રાહમ, ઈમરાન હાશ્મી, પરિણિતી ચોપરાની ભૂમિકાઓ છે- તે બધી ફિલ્મો પણ હવે ડિજિટલી રિલિઝ થાય એવી સંભાવના છે. સમયની માગ અનુસાર, પરિવર્તન અનિવાર્ય બને છે. કોરોનાની મહામારીએ સમસ્ત દુનિયાના માનવજીવનની ગતિવિધિ પર વ્યાપક અસર કરી છે. લોકોની જીવન -પધ્ધતિ અને  સામાજિક – આર્થિક કાર્ય શૈલી પર એના દૂરોગામી પરિણામો આવે તેવી સંભાવના નકારી શકાય નહિ. બોલીવુડમાં પણ પરિવર્તન આવવાનું જ છે. ફિલ્મ નિર્માણ અને રજૂઆતની સિસ્ટમ બદલાશે. બધું જ નવા સ્વરૂપે, નવી પધ્ધતિએ સ્વીકાર પામશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here