પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીને સીબીઆઈનું સમન્સ- તપાસ માટે હાજર થાવ

0
1094

તાજેતરનાં પીએનબી કૌભાંડની તપાસ હાથ ધરી રહેલી તપાસ એજન્સી સીબીઆઈ દ્વારા નીરવ મોદીને સમન્સ મોકલીને તપાસ માટે હાજર રહેવાની તાકીદ કરવામાં આવી હતી. તેના જવાબમાં નીરવે એવું કહયું હતું કે, ભારતની બહારના દેશોમાં પણ એમના અનેક બિઝનેસ છે, જેના સંચાલન પર ધ્યાન રાખવાનું હોય છે એટલે તેઓ આ તપાસ માટે હાજર નહિ થઈ શકે. સીબીઆઈએ નીરવ મોદીને તાકીદ કરી હતી કે, તેઓ જયાં રહેતા હોય ત્યાંના ભારતીય હાઈ કમિશનનો તાત્કાલિક સંપર્ક કરે. તેઓ નીરવ મોદીનો ભારત આવવા  માટે પ્રબંધ કરશે.

    સીબીઆઈએ મંગળવારે જણાવ્યું હતું કે. પીએનબી કૌભાંડના સૂત્રધાર નીરવ મોદીનું એક નવું નાણાકીય કૌભાંડ હાલમાં જાણવામાં આવ્યું છે. જેમાં નીરવ મોદી- અને મેહુલ ચોકસીએ 1,251 કરોડની ઉચાપત કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેને લીધે હવે કૌભાંડના નાણાનો આંકડો 12,672 કરોડનો  થઈ ગયો છે. સીબીઆઈએ અત્યારસુધીમાં આ કેસમાં સંડોવાયેલા 12 જણાની ધરપકડ કરી હતી. જેમાં બેન્કના પાંચ અધિકારીઓને સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here