નેશનલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગના સભ્યો તરીકે 10 ભારતીય-અમેરિકનો નિમાયા

 

ન્યુ યોર્કઃ નેશનલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગ દ્વારા ચૂંટાયેલા 83 નવા સભ્યો અને 16 વિદેશી સભ્યોમાં દસ ભારતીય અમેરિકનોની પસંદગી કરવામાં આવી છે, જેમાં બે ભારતથી આવેલા છે. એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે નેશનલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગમાં પસંદગી કોઈ પણ એન્જિનિયર માટે સર્વોચ્ચ વ્યાવસાયિક સન્માન ગણાય છે.
એકેડેમી એવા પ્રતિભાશાળી લોકોને સન્માનિત કરે છે, જેમણે એન્જિનિયરિંગ રિસર્ચ, પ્રેક્ટિસ, એજ્યુકેશનમાં અપ્રતિમ પ્રદાન આપ્યું છે. નવા ભારતીય-અમેરિકન સભ્યોમાં લલિત આનંદ, અમિત ગોયલ, સંજય ઝા, અજય માલશે, જયદેવ મિશ્રા, રાજ નાયર, ચંદ્રકાન્ત ડી. પટેલ, મુકુલ શર્મા, ચનન સિંહ અને બિપિન વોરાનો સમાવેશ થાય છે, જ્યારે ભારતના બે સભ્યોમાં અશોક ઝુનઝુનવાલા અને સુશીલ સુનીનો સમાવેશ થાય છે.

આનંદ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રોફેસર છે. ગોયલ એનર્જી, એન્વાયર્નમેન્ટ એન્ડ વોટર ઇન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ એનાડ એજ્યુકેશનના ડિરેક્ટર છે. ઝા કેલિફોર્નિયામાં ગ્લોબલફાઉન્ડ્રીઝના ચીફ એક્ઝિક્યુટિવ છે. માલશે નેનોમેક ઇન્ક.માં ચીફ ટેક્નોલોજી ઓફિસર અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ છે.
મિશ્રા કોમ્પ્યુટર સાયન્સમાં સ્કાઉમ્બર્ગર સેન્ટેનિયલ ચેર એમિરેટ્સ છે અને યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં પ્રોફેસર એમિરેટ્સ છે.
નાયર ફોર્ડ મોટર કંપનીમાં નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ-એકિઝકયુટીવ વાઇસ પ્રેસિડન્ટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here