નરેન્દ્ર મોદીએ ગગનયાન મિશનના અવકાશયાત્રીઓનાં નામની કરી જાહેરાત

તિરુવનંતપુરમ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સૌપ્રથમ ગગનયાન મિશન માટે પસંદ કરવામાં આવેલા ચાર અવકાશયાત્રી પ્રશાંત બાલક્રિષ્નન નાયર, અંગદ પ્રતાપ, શુભાંશુ શુક્લા અને અજિત ક્રિષ્નનની તિરુવનંતપુરમમાં આવેલા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી)માં મુલાકાત લીધી હતી. અહીંના થુંબા નજીક આવેલા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી)માં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ ચાર અવકાશયાત્રીઓમાં ગ્રૂપ કેપ્ટન પ્રશાંત બાલક્રિષ્નન નાયર, અંગદ પ્રતાપ, અજિત ક્રિષ્નન અને વિન્ગ કમાન્ડર શભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે. આ ચારે અવકાશયાત્રી અત્યારે તાલિમ લઈ રહ્યા છે. ચાર દાયકા બાદ ભારત અવકાશ સાહસ કરી રહ્યું છે ત્યારે તે માટે ઉપયોગમાં લેવામાં આવનારું રોકેટ પણ ભારતીય બનાવટનું હશે. તેમણે કહ્યું હતું કે મને ગૌરવ છે કે આ ગગનયાન અવકાશ મિશન માટે ઉપયોગમાં લેવામાં આવનારાં મોટાભાગના સાધનો અને ઉપકરણો ભારતીય બનાવટના હશે. દેશના અવકાશ કાર્યક્રમમાં મહિલાઓએ ભજવેલી મહત્ત્વની ભૂમિકાની મોદીએ ભારોભાર પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે મહિલાઓનાં યોગદાન અને ભાગીદારી વિના મૂન મિશન-ચંદ્રયાનની જેમ ગનનયાનની સફળતા પણ શક્ય નથી. અવકાશ ક્ષેત્રે ભારતની સફળતા દેશની યુવા પેઢીમાં માત્ર સાયન્ટિફિક ટેમ્પરામેન્ટના બીજ નહિ રોપે, પરંતુ વૈશ્ર્વિક સ્તરે વિવિધ ક્ષેત્રમાં વિકાસને મામલે ભારતે ભરેલી હરણફાળને કારણે ૨૧મી સદીમાં ડાયનેમિક ગ્લોબલ પ્લેયર તરીકે સ્થાન મેળવવામાં મદદ કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here