અમેરિકાના ઇમિગ્રેશન નિયમોમાં શું ફેરફારો થઈ શકે છે

0
2239

 

જો બાયડને ઇમિગ્રેશનમાં સુધારા કરવાનું જણાવેલું, જેને બાયડન ઇમિગ્રેશન પ્લાન તરીકે ઓળખવામાં આવે છે. તેઓ પ્રમુખપદના શપથ લે તેના ૧૦૦ દિવસોમાં આ પ્લાન અમલમાં આવી શકે છે. તેના કેટલા અગત્યના મુદ્દાઓ જોઈએઃ

વ્યવસાય આધારિત ઇમિગ્રેશન (H-1B):

બાયડન નોકરી આધારિત ઇમિગ્રેશન એટલે કે H-1B વીઝામાં ફેરફારો કરવા માગે છે. દેશ પ્રમાણે ક્વોટા રાખવામાં આવ્યા છે તેને બાયડન હટાવવા માગે છે. આ ઉપરાંત અમેરિકાની યુનિવર્સિટીઓમાંથી Ph.D. કરનારાને વીઝા આપવાની સંખ્યા મર્યાદિત કરવા માગે છે તે પણ તેઓ દૂર કરવા માગે છે.

બાયડન વીઝામાં નવી કેટેગરી તૈયાર કરવા માગે છે જેથી આર્થિક પ્રગતિ અને વૈવિધ્ય માટે જરૂરી વધારે વસાહતીઓ જુદા જુદા દેશોમાંથી આવી શકે. જુદા જુદા શહેરો પોતાના વિકાસ માટે અલગથી ઇમિગ્રેશન પ્લાન તૈયાર કરી શકશે.

ટ્રમ્પ સરકારમાં નવા H-1B વીઝા અરજીઓ નકારી દેવાનું પ્રમાણFY 2015માં ૬ ટકા હતું, તે FY 2020ના બીજા ક્વાર્ટરમાં વધીને ૨૯ ટકા થઈ ગયું હતું, કેમ કે મેરિટ આધારિત વીઝા અપાતા નહોતા.

ફેમિલી આધારિત ઇમિગ્રેશનમાં પરિવર્તનઃ

ગ્રીન કાર્ડ ધારકોના જીવનસાથીઓ અને તેમના અપરિણિત સંતાનોને ‘નીકટના સગાઓ’ ગણી શકાય તેવા ફેરફારો બાયડન કરવા માગે છે. અમેરિકાના નાગરિકોના માતાપિતા, જીવનસાથી અને સંતાનોને પણ આ નિયમ લાગુ પડશે, જેથી નીકટના સગાઓને ક્વોટાની મર્યાદાઓ નડશે નહિ. નીકટના સગાઓને માન્ય I-130 હેઠળ અમેરિકામાં નોનઇમિગ્રન્ટ વીઝા સાથે પ્રવેશ આપવાની કોશિશ થશે.

મુસ્લિમ દેશોના પ્રવાસીઓ પરનો પ્રતિબંધ હટશેઃ

બાયડન ઇમિગ્રેશન પ્લાનમાં મુસ્લિમ ટ્રાવેલ બેનને દૂર કરવાની દરખાસ્ત છે. પ્લાનમાં જણાવાયું છે કે આવો પ્રતિબંધ નૈતિક રીતે અયોગ્ય છે અને તેના કારણે રાષ્ટ્રની સુરક્ષામાં વધારો થયો હોય તેવા કોઈ પુરાવા નથી. આ પ્રતિબંધ પ્રમુખીય વટહુકમ દ્વારા લગાવાયો હતો, તેને સંસદમાં પસાર કરાયો નહોતો એટલે પ્રમુખપદ ધારણ કરવા સાથે જ બાયડન આ વટહુકમ રદ કરી શકે છે.

રેફ્યુજી માટેની કેપમાં વધારો થઈ શકેઃ

બાયડનની ઇમિગ્રેશન નીતિમાં રાજ્યાશ્રય માગનારા વધુ લોકોને આવવા દેવાની છે. હાલમાં ૧૫,૦૦૦ની મર્યાદા છે, તેને વધારીને વર્ષે ૧,૨૫,૦૦૦ કરવાની દરખાસ્ત છે. ટ્રમ્પ સરકારે આ કેપમાં ૮૬ ટકા વધારે ઘટાડોFY 2021 માટે કરીને સૂચિત ૧,૧૦,૦૦૦ની જગ્યાએ માત્ર ૧૫,૦૦૦ને જ પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો હતો. ટ્રમ્પ શાસનમાં Remain in Mexico policy હતી તેને દૂર કરાશે એમ લાગે છે.

CBP, ICE અને ઇમિગ્રેશન અદાલતોમાં સુધારાઃ

કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) તથા ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) વિભાગો દ્વારા પ્રોફેશનલ ધોરણે કામ થાય તેવા પ્રયાસો થશે. આ વિભાગો દ્વારા અમાનવીય વર્તન થયાની ફરિયાદો ઊઠી હતી. ઓફિસો પર દરોડા પાડવાનું અને નફો કરતાં ડિટેન્શન સેન્ટરો ખોલવાનું પણ બંધ થશે તેમ લાગે છે. આ ઉપરાંત અદાલતોમાં સ્ટાફ વધારાશે, જેથી મુકદ્દમાનો ઝડપથી નિકાલ આવે.

ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહૂડ અરાઇવલ્સ DACA) નીતિ લાગુ કરાશેઃ

બાળવયે ગેરકાયદે રીતે અમેરિકામાં લવાયેલા લોકોને ડિપોર્ટ કરવા સામે બે વર્ષ પ્રતિબંધ અને આ દરમિયાન તેમના માટે વર્ક પરમીટના કાર્યક્રમને બાયડન સરકાર ફરી અમલમાં મૂકે તેમ લાગે છે. જોકે આ નીતિ માટે સંસદમાં સહકારની જરૂર પડશે અને તેના કારણે કેટલીક શરતો માન્ય રાખીને, ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની સંખ્યા મર્યાદિત કરવા માટેની ફરજ પડી શકે છે.

સારાંશ

ટ્રમ્પ કરતાં આ રીતે બાયડનની ઇમિગ્રેશનની નીતિ તદ્દન જુદી છે. જોકે બાયડન પ્રમુખ બને તે પછી થોડો સમય આ નીતિઓને બદલવામાં લાગશે, કેમ કે સંસદમાં નવી નીતિઓને પસાર કરાવવા માટે વિપક્ષ રિપબ્લિકન પાર્ટીનો પણ સહકાર લેવો પડશે.

અમેરિકાની ઇમિગ્રેશન અને નેશનાલિટી લોઝ અને નિયમો તમને, તમારા પરિવાર અને મિત્રોને કેવી રીતે સ્પર્શી શકે છે, તેની માહિતી મેળવવા માગતો હો તો અમારો સંપર્ક કરો. NPZ Law Group VISASERVE ના ઇમિગ્રેશન અને નેશનાલિટી લોયર્સના માર્ગદર્શન માટે ઇમેઇલ કરો[email protected] અથવા ફોન કરો – 201-670-0006(x104). અમારી વેબસાઇટ www.visaserve.com પણ માહિતી માટે જોઈ શકો છો.

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here