દેશમાં દલિતો પર થતા અત્યાચારના વિરોધમાં કોંગ્રેસે યોજ્યા પ્રતીક ઉપવાસ

0
795
REUTERS

 

REUTERS

દેશમાં દલિતો પર થતા અત્યાચાર અને અન્યાયનો વિરોધ કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા નવી દિલ્દી ખાતે રાજઘાટપર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ સમક્ષ એક દિવસના પ્રતીક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની આગેવાની કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ લીધી હતી. રાજઘાટ પર ઉપવાસના કાર્યક્રમના આયોજન દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પક્ષ પર તેજાબી પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ પર આક્ષેપ મૂકતાં જણાવયું હતું કે, ભાજપની વિચારધારા દલિતોને કચડી નાખવા માટેની રહી છે. ભાજપ દેશને વિભાજિત કરવા માગે છે.હાલમાં દેશમાં જે પ્રકારની અરાજકતાભરી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે એના મૂળમાં ભાજપની વિચારધારા છે. કોંગ્રેસ પક્ષ 2019ની ચૂંટણીમાં ભાજપે પરાજિત કરશે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સમગ્ર દેશ જાણે છેકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દલિત- વિરોધી છે. રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના કાર્યકરોએ પણ એક દિવસના પ્રતીક ઉપવાસ કર્યા હતા. દેશમાં ખેડૂતોની દયનીય હાલત, યુવાવર્ગમાં બેરોજગારીને કારણે પ્રવર્તી રહેલી નારાજગી, તેમજ એસટી- એસસી એકટમાં જોગવાઈને હલવી કરવાના વિરોધમાં આ પ્રતીક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 નવી દિલ્હીમાં કોંગ્રેસના પ્રતીક ઉપવાસ દરમિયાન કોંગ્રેસના નેતાઓ ઉપવાસ અગાઉ એક રેસ્ટોરન્ટમાં છોલે ભતૂરે ખાઈ રહ્યા હોવાની વાત પ્રગટ કરતો ફોટો વાયરલ થયો હતો. ત્યારબાદ કોંગ્રેસના નેતા અરવિંદસિંહ લવલીએ એ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલા ઉપવાસ એ તો પ્રતીક ઉપવાસ હતા. જે તસવીર વાયરલ કરવામાં આવી હતી તે સવારના સમયની છે. સવારના આઠ વાગ્યા અગાઉ કોંગી નેતાઓએ છોલે-ભતૂરેનો નાસ્તો કર્યો હતો.આ તસવીરમાં દેખાતા નેતાઓમાં  દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય માકન નો પણ સમાવેશ થતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here