દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે યોગી આદીત્યનાથની પ્રથમ પસંદગી

The Uttar Pradesh Chief Minister, Shri Yogi Adityanath meeting the President, Shri Ram Nath Kovind, at Rashtrapati Bhavan, in New Delhi on February 10, 2018.

 

નવી દિલ્હી: દેશમાં ૩૦ રાજ્યોમાં ચૂંટાયેલી સરકારો છે. તેમાં દિલ્હી અને પુડુચેરી જેવા કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. એક સર્વે સામે આવ્યો છે જેમાં લોકોને શ્રેષ્ઠ મુખ્યપ્રધાન વિશે તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો. જેમાં લોકોએ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને તેમની પ્રથમ પસંદગી ગણાવી હતી. આ સર્વેમાં સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રીની પસંદગીની વાત આવી તો યોગી આદિત્યનાથ લોકોની પહેલી પસંદ બન્યા હતા. સર્વે અનુસાર ૩૯.૧ ટકા લોકોએ યોગી આદિત્યનાથને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મુખ્યપ્રધાન તરીકે પસંદ કર્યા હતા. દિલ્હીના અરવિંદ કેજરીવાલનું નામ યોગી આદિત્યનાથ પછી બીજા ક્રમે આવે છે. જ્યારે ૭.૩ ટકા લોકોએ મમતા બેનર્જીને પસંદ કર્યા છે, જે બેસ્ટ પરર્ફોમિંગ મુખ્યમંત્રીની યાદીમાં ત્રીજા નંબરે છે. સર્વે મુજબ મુખ્યમંત્રી યોગીની લોકપ્રિયતા તેમના કામના કારણે વધી છે. ગયા વર્ષના ઓગસ્ટની તુલનામાં, અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતામાં ૬ ટકાનો ઘટાડો થયો છે. મમતા બેનર્જીની લોકપ્રિયતામાં પણ ગયા વર્ષથી ૧ ટકાનો ઘટાડો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here