ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અપડેટઃ ઓગસ્ટ, 2018નું વિઝા બુલેટિન

ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અપડેટ અંતર્ગત ઓગસ્ટ, 2018નું વિઝા બુલેટિન નીચે મુજબ છેઃ
પરિવાર આધારિત પ્રેફરન્સ કેટેગરીઓઃ ઓગસ્ટ, 2018ના વિઝા બુલેટિનમાં જણાવ્યા મુજબ એફબી-3 ઇન્ડિયા અને-અથવા એફબી-4 ઇન્ડિયા માટેની ફાઇનલ એક્શન ડેટ્સ સપ્ટેમ્બરમાં પાછળ ખસવાની મૂળભૂત ધારણા હતી. દસ્તાવેજીકરણની ક્વોલિફાય ડિમાન્ડ સંબંધિત એનવીસી તરફથી મળેલી માહિતી મુજબ, એ દર્શાવે છે કે તારીખો પાછળ ખસેડવાની જરૂર પડશે નહિ. અન્ય પરિવાર આધારિત કેટેગરીઓ મુજબ એફબી-1 કેટેગરીમાં ડિમાન્ડ શરૂ થઈ રહી છે અને એફબી-3 ડિમાન્ડ ઓછી થઈ હતી, જે ધીમે ધીમે આગળ વધી રહી છે.
રોજગાર-આધારિત ઇમિગ્રન્ટ વિઝાની કોન્સ્યુલર પ્રક્રિયા અને યુએસસીઆઇએસની ઇન્ટરવ્યુ પોલિસી વિશેની અપડેટઃ
અગાઉ જણાવ્યા મુજબ, તમામ રોજગાર આધારિત એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ અરજીકર્તાઓના ઇન્ટરવ્યુ લેવાના યુએસસીઆઇએસ 2017ના નિર્ણયને અનુસરીને કોન્સ્યુલર પ્રોસેસિંગ માટે એનવીસી દ્વારા રોજગાર-આધારિત ઇમિગ્રન્ટ વિઝા કેસોમાં વધારો થયો છે. જૂન દરમિયાન રોજગાર આધારિત કોન્સ્યુલર કેસોની સંખ્યામાં નાણાકીય વર્ષ 2017માં સમાન ગાળાની સરખામણીમાં 4000થી વધુ વધારો થયો છે.
ઇમિગ્રન્ટ વિઝા સંખ્યા માટે માગ પર આધારિત યુએસસીઆઇએસ ઇન્ટરવ્યુ પોલિસીની અસરની શરતોમાં, ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના અહેવાલ મુજબ, એપ્રિલના મધ્યમાં, યુએસસીઆઇએસ ડિસ્ટ્રિક્ટ ઓફિસોએ ઇમિગ્રન્ટ વિઝા સંખ્યામાં છલાંગ મારી છે.
રોજગાર-આધારિત પ્રેફરન્સ કેટેગરીઓ
2007ના ઉનાળા દરમિયાન ઓગસ્ટ વિઝા બુલેટિનમાં જણાવ્યા મુજબ, ઓગસ્ટ માસ માટે ઇ1 ફાઇનલ એક્શન ડેટ દાખલ કરવાની જરૂર છે, અને આ તારીખનો તત્કાલ અમલ થવો જોઈએ. યુએસસીઆઇએસ ઇબી-1 વર્લ્ડવાઇડ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ અરજીઓ સ્વીકારવાની ચાલુ રાખશે કે નહિ તે બાબત પર આ નિવેદન સવાલ ઊભા કરે છે.
ઇબી-1 વર્લ્ડવાઇડ ચીન અને ઇબી-1 ઇન્ડિયા માટે ફાઇનલ એક્શન ડેટ સપ્ટેમ્બરમાં પહેલી જાન્યુઆરી 2012ના દિવસે રખાશે, અને ફરીથી સપ્ટેમ્બર માટે, ઓક્ટોબરમાં વિઝા ઉપલબ્ધિની રિકવરીની ધારણા રાખવામાં આવે છે.
ઇબી-4 ઇન્ડિયા દ્વારા ઇબી-4 અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, હોન્ડુરાસ અને મેક્સિકોના માર્ગે ચાલે છે. ધારણા મુજબ, ઓગસ્ટમાં, ઇબી-4 ઇન્ડિયા ઇબી-4 અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, હોન્ડુરાસ અને મેક્સિકો સાથે જોડાશે, જેની ફાઇનલ એક્શન ડેટ આઠમી ફેબ્રુઆરી, 2016 રહેશે. ઇબી-4 ઇન્ડિયા ઓક્ટોબરમાં કરન્ટ રહેશે.
સપ્ટેમ્બરમાં ઇબી-4 અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, હોન્ડુરાસ અને મેક્સિકોમાં હિલચાલ રહેવાની ઓછી શક્યતા છે.
ચીન. ઇબી-2 ચીન પહેલી માર્ચ, 2015ના રોજ બે માસ એડવાન્સ રહેશે અને ઇબી-3 ચીન ઓગસ્ટમાં પહેલી જુલાઈ, 2014ના રોજ દોઢ વર્ષ એડવાન્સ રહેશે.
ઇન્ડિયા. ઇબી-2 ઇન્ડિયા ઓગસ્ટમાં 15મી માર્ચ, 2019ના રોજ રહેશે અને આ નાણાકીય વર્ષ દરમિયાન આ જ સ્થિતિ રહેવાની ધારણા છે. બાકી રહેલી ઇબી-2 સંખ્યા ચાલુ રાખવા માટે ઇબી-2 વર્લ્ડવાઇડ ડિમાન્ડ વધી હતી, જેણે ઇન્ડિયા ઇબી-2 ડેટને એડવાન્સ રાખવાની મંજૂરી આપી હતી. ઇબી-2 વર્લ્ડવાઇડ ઓગસ્ટમાં કરન્ટ રહેશે. જો ફાઇનલ એક્શન ડેટનો અમલ સપ્ટેમ્બરમાં થશે, તો કેટેગરી ઓક્ટોબરમાં કરન્ટ રહેશે.
ઇબી-3 ઇન્ડિયા પહેલી જાન્યુઆરી, 2009ના રોજ ઓગસ્ટમાં બે માસ એડવાન્સ રહેશે. ઇબી-2 ઇન્ડિયા (15મી માર્ચ, 2009) અને ઇબી-3 ઇન્ડિયા (પહેલી જાન્યુઆરી, 2009) ફાઇનલ એક્શન ડેટ્સ વચ્ચેની ગેપ સાંકડી થતી જાય છે અને આ બન્ને કેટેગરી વચ્ચે ફક્ત અઢી માસનો સમયગાળો રહેશે.
ઇબી-5. ઇબી-5 ચીન નોન-રિજિયોનલ સેન્ટર અને રિજિયોનલ સેન્ટર ઓગસ્ટમાં પહેલી ઓગસ્ટ, 2014 ઉપર અટકશે અને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં એક સપ્તાહ એડવાન્સ રહેવાની ધારણા છે.
ઇબી-5 વિયેતનામ નોન-રિજિયોનલ સેન્ટર અને રિજિયોનલ સેન્ટર બન્ને ઓગસ્ટમાં પહેલી ઓગસ્ટ, 2014 ઉપર અટકશે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ આ કેટેગરી ઓક્ટોબરમાં 2016ની તારીખ એડવાન્સ રહે તેવી ધારણા છે.
યુએસ ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લો કઈ રીતે તમને, તમારા પરિવારને, તમારા મિત્રોને અસર કરી શકે છે તે વિશે વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો, નાચમન ફુલવાની ઝિમોવેક (એનપીઝેડ) લો ગ્રુપ, પી. સી.નો  સંપર્ક 201-670-0006 (107) પર ફોન કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here