સ્વદેશી વેકસીન જાયકોવ- ડી ની ટ્રાયલ ઝડપથી કરવામાં આવી રહી છે..

 

    હાલમાં દેશની બીજી સ્વદેશી ફાર્માસ્યુટિકલ કંપની જાયડસ કેડિલા કોવિદ-19ની વેકસીન તૈયાર કરી રહી છે. કંપનીએ  એવો દાવો કર્યો હતો કે, અત્યાર સુધીમાં કરવામાં આવેલી ટ્રાયલમાં વેકસીન સુરિક્ષત હોવાનું પરિણામ મળ્યું હતું. એ વેકસીનની બીજા તબક્કાની  હ્યુમન ટ્રાયલ ગુરુવાર 6 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી હતી. કંપનીના ચેરમેન પંકજ આર પટેલના જણાવ્યા અનુસાર, વેકસીનની ટ્રાયલ જે વોલિન્ટયરો પર કરવામાં આવી હતી, તેમના પર 7 દિવસ સતત દેખરેખ રાખવામાં આવી હતી. ત્યારબાદ જાણવા મળ્યું હતું કે, આ વેકસીન સુરક્ષિત હતી. કંપનીના ચેરમેનના જણાવ્યા અનુસાર, સારું પરિણામ મળ્યા બાદ હવે બીજા તબક્કામાં વધુ લોકો પર તેનું પરીક્ષણ કતરવામાં આવશે. એ દરમિયાન એ વેકસીનની રોગથી બચાવવાની ક્ષમતા અને ઈમ્યુનિટી રિસ્પોન્સ પર પણ નજર રાખીને તે અંગે ચોકકસ કરવામાં આવશે. ફાર્માસ્યુટિકલ કંપની જાયડસ કેડિલાને ગત મહિનામાં હ્યુમન ટ્રાયલ માટે પરવાનગી આપવામાંઆવી  હતી. ભારત બાયોટેક પછી આઈસીએમઆર અને નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ વાયરોલોજી સાથે મળીને વેકસીન તૈયાર કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here