ચીન સેનાને લડવા અને જીતવા અત્યાધુનિક શસ્ત્રો આપવા જિનપિંગની જાહેરાત

 

બેઈજિંગઃ ચીનના પ્રમુખ શી જિનપિંગે ખતરનાક તોફાનની ચેતવણી આપતાં ચીનની વૈશ્વિક તાકત વધારવાની જાહેરાત કરી છે. આ સાથે તેમણે આક્રમક અંદાજમાં ચીની સૈન્યને લડવા અને જીતવા માટે તાલિમ અને તૈયારીઓને વધુ તીવ્ર બનાવવાની હાકલ કરતાં સૈન્યને અત્યાધુનિક શસ્ત્રો પૂરા પાડવાની જાહેરાત કરી છે. આ સાથે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની કોંગ્રેસને સંબોધન કરતાં જિનપિંગે કહ્નાં હતું કે તેમણે હોંગકોંગ પર કબજો જમાવી લીધો છે અને હવે તાઈવાનને મેઈનલેન્ડમાં ભેળવવા પર ધ્યાન કેન્દ્રીત કરશે. ઉપરાંત ભારતમાં લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશનો પણ ચીનમાં સમાવવા પર ડ્રેગનનો ડોળો છે.

ચીનના પ્રમુખ શી જિનપિંગે કોમ્યુનિસ્ટ પાર્ટીની કોંગ્રેસના ઉદ્ઘાટનમાં સ્પષ્ટ કરી દીધું છે કે છેલ્લા ૧૦ વર્ષમાં તેણે હોંગકોંગ પર તેનો કબજો મજબૂત કરી દીધો છે અને હવે તેણે તાઈવાન તરફ નજર દોડાવી છે. તાઈવાન મુદ્દે ચીન કોઈપણ બીજા દેશની દરમિયાનગીરી સાંખી નહીં લે. જિનપિંગે કોઈપણ દેશનું નામ લીધા વિના દુનિયાને તાઈવાનથી દૂર રહેવાની સલાહ આપી હતી. તેમણે કહ્નાં, હોંગકોંગ અને તાઈવાન અમારા અભિન્ન અંગ છે તેથી કોઈ અમને સલાહ ના આપે કે અમારે શું કરવું જોઈઍ. વધુમાં તાઈવાન પર કબજો કરવામાં અમે સૈન્ય બળનો ઉપયોગ કરવામાં પણ પાછી પાની નહીં કરીઍ. તાઈવાનમાં અલગતાવાદી ચળવળોને કચડી નાંખવા અમે બધા જ જરૂરી પગલાં લઈશું.

વર્ષ ૨૦૧૨માં પહેલી વખત ચીનનું પ્રમુખપદ સંભાળ્યા પછી જિનપિંગને સત્તા પર ૧૦ વર્ષ થઈ ગયા છે. હવે માર્ચ ૨૦૨૩માં પ્રમુખ તરીકેનો તેમનો બીજો કાર્યકાળ પૂરો થઈ રહ્ના છે. આ દાયકામાં જિનપિંગ માત્ર ચીનમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં શક્તિશાળી નેતા બની ગયા છે. બેઈજિંગના ગ્રેટ હોલમાં શાસક પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટીની ૨૦મી નેશનલ કોંગ્રેસ શરૂ થઈ છે. આ કોંગ્રેસમાં ત્રીજી વખત પ્રમુખપદે ૬૯ વર્ષીય જિનપિંગની વરણી નિડ્ઢિત મનાય છે અને સંભવતઃ જિનપિંગ આજીવન પ્રમુખપદે રહે તેવો ઠરાવ પસાર થવાની પણ શક્યતા છે. આ સાથે જિનપિંગ આધુનિક ચીનની સ્થાપના કરનારા માઓત્સે તુંગ કરતાં પણ વધુ શક્તિશાળી નેતા બની ગયા છે.

નેશનલ કોંગ્રેસને સંબોધન કરતાં જિનપિંગે તેમનો વર્ક રિપોર્ટ રજૂ કરતાં કહ્નાં કે, અમે સૈનિકોની તાલિમ વધુ આકરી બનાવીશું અને તેમને લડાઈ માટે સતત તૈયાર રહે તેવી તાલિમ આપીશું. આ સાથે ૬૩ પાનાના રિપોર્ટમાં શીઍ સૈન્યના આધુનિકીકરણ પર ભાર મૂક્યો હતો. જિનપિંગે તૈયાર કરેલ યોજનાઓ ભારતીય સૈન્ય માટે ઘણી જ મહત્વની છે. વિશેષરૂપે મે ૨૦૨૦થી પૂર્વીય લદ્દાખ સરહદે શરૂ થયેલો વિવાદ હજુ પણ ચાલુ છે, તેમાં આંશિક સફળતા જ મળી છે. તેમના રિપોર્ટમાં જિનપિંગે કહ્નાં કે, ૨૦૨૭માં પીઍલઍના સદી માટેના લક્ષ્યાંકો હાંસલ કરવા અને વધુ ઝડપથી ચીનના સશસ્ત્ર દળોને વૈશ્વિક માપદંડો પર હાંસલ કરવા પ્રોત્સાહિત કરીશું. 

કોમ્યુનિસ્ટ પાર્ટીની કોંગ્રેસમાં ઉદ્ઘાટન સંબોધનમાં જિનપિંગે કહ્નાં કે, ચીનનો આંતરરાષ્ટ્રીય પ્રભાવ, આકર્ષણ અને દુનિયાને આકાર આપવાની તાકત વધી ગઈ છે. જોકે, તેમણે અસ્થિર આંતરરાષ્ટ્રીય વાતાવરણની ચેતવણી આપતા કહ્નાં કે ચીને તિવ્ર પવન, ઊંચી લહેરો અને ખતરનાક તોફાનોનો સામનો કરવા તૈયાર રહેવું જોઈઍ. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે પરિવર્તનોનો સામનો કરતાં અમે ઍક દૃઢ રણનીતિક સંકલ્પ બનાવી રાખ્યો છે અને લડવાની ભાવના બતાવી છે. આ પ્રયત્નો દરમિયાન અમે ચીનનું ગૌરવ અને તેના હિતોનું રક્ષણ કર્યું છે.

જિનપિંગ વૈશ્વિક સ્તરે ઍકપક્ષીયવાદ અને કોઈ ઍક દેશ સામે ચોક્કસ રાષ્ટ્રોના જૂથવાદનો વિરોધ કર્યો હતો. તેમણે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના ક્વાડ સંગઠન તથા ઓસ્ટ્રેલિયા, યુકે અને અમેરિકાના ઍયુકેયુઍસ જોડાણનો વિરોધ કર્યો હતો. ચીન દક્ષિણ ચીન સમુદ્રના બધા જ ભાગ પર પોતાનો દાવો કરે છે જ્યારે તાઈવાન, ફિલિપાઈન્સ, બુ્રનેઈ, મલેશિયા અને વિયેતનામ પણ સમુદ્રમાં પોતાના ભાગનો દાવો કરે છે. ચીને અમેરિકા સહિતના મોટા દેશોને ચેતવણી આપતાં કહ્નાં કે અમારૂં ભવિષ્ય ઉજ્જવળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here