અગાઉ દાખલ થયેલી EB – ૧ અને EB – ૨ માટેના Form I – ૧૪૦ની અરજીઓમાં પ્રિમિયમ પ્રોસેસિંગ

0
599

 

 

USCIS તરફથી I – ૧૪૦ પિટિશન્સમાં કેટલાક અરજદારો માટે પ્રિમિયમ પ્રોસેસિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. EB – ૧ અને EB – ૨ ક્લાસિફિકેશન હેઠળ ઇમિગ્રેશન પિટિશન ફોર એલિયન વર્કર્સ માટેની અરજી કરેલી હોય અને પેન્ડિગ હોય તેમાં કેટલાક અરજદારોને આ લાભ મળી શકે છે. E૧૩ મલ્ટિનેશનલ એક્ઝિક્યુટિવ અને મેનેજર અથવા E૨૧ ક્લાસિફિકેશ હેઠળ એડવાન્સ ડિગ્રી સાથેના પ્રોફેશનલ્સ અથવા નેશનલ ઇન્ટરેસ્ટ વેઇવરમાં અનોખી વિશેષતા ધરાવનારા લોકો માટે આ તક પ્રાપ્ત થઈ શકે છે. અરજદારો પ્રિમિયમ પ્રોસેસિંગ કરાવવા માગતા હોય તો તેમણે Form I – ૯૦૭ ફાઇલ કરવાનું રહેશે. તબક્કાવાર આ પ્રિમિયમ પ્રોસેસિંગ થઈ શકે છે. ‘ ૧ જૂન , ૨૦૨૨ ના રોજથી E૧૩ માટેના અરજદારો પાસેથી Form I – ૯૦૭ સ્વીકારવાનું

USCIS શરૂ કર્યું છે, જેમની અરજી પહેલી જાન્યુઆરી, ૨૦૨૧ કે તેની પહેલાં મળેલી હોય. અરજદારો જુલાઈ, E૨૧ NIW માટેની પ્રિમિયમ પ્રોસેસિંગ માટેનું Form I – ૯૦૭ USCIS સ્વીકારવાનું ચાલુ કરશે. આ લોકોની અરજી ૧ માર્ચ, ૨૦૨૧ પહેલાં કરેલી હોવી જોઈએ. USCIS તરફથી આ બે તારીખો જાહેર કરવામાં આવી છે તે પ્રમાણે જ અરજીઓ આવશે તેને ધ્યાનમાં લેશે . આ અગાઉ ફાઈલ કરેલી રિક્વેસ્ટને ધ્યાને લેવાશે નહિ . ૨૩ મે, ૨૦૨૨ ના રોજ USCIS તરફથી Form I – ૯૦૭નું નવું વર્ઝન જાહેર કરવામાં આવ્યું છે, જેની તારીખ ૦૫-૩૧-૨૨ છે. જૂન મહિના માટે USCIS ૦૯-૩૦-૨૦ અને ૦૫-૩૧-૨૨ બંને તારીખ સાથેના Form I – ૯૦૭ સ્વીકારશે. પરંતુ ૧ જુલાઈ પછી USCIS ૦૯-૩૦-૨૦ તારીખ સાથેના જૂના Form I – ૯૦૭ સ્વીકારશે નહિ. ઇમિગ્રેશન અને નેશનાલિટી લોઝ અંગે આ પ્રકારની માહિતી માટે કે માર્ગદર્શન માટે તમે અમારા NPZ લો ગ્રુપના લોયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે અમને ઈમેઇલ કરો – [email protected] અથવા ફોન કરો ૨૦૧-૬૭૦-૦૦૦૬ ( ૧૦૪ ) . વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here