કેનેડાના ઈન્ડિયન ફેમિલિ એસોશિએશન દ્વારા બાર લાખ રૂપિયાના ખર્ચે બાળ સેવા કેન્દ્ર

 

ટોરોંટો: વતનથી હજારો માઈલ દૂર કેનેડાનાં ટોરોંટો શહેરમાં ઈન્ડિયન ફેમિલિ એશોશિએશન (IFA) નામની સેવાભાવી સંસ્થા છે. આ સંસ્થાએ હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીની પ્રેરણાથી ગયા વરસે સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા પાસેના નાવા ગામમાં વાદી અને મદારીના બાળકો માટે સરકારી પ્રાથમિક શાળાનું મકાન બનાવી આપ્યું હતું.

અત્યારે જગદીશ ત્રિવેદી અમેરીકા અને કેનેડાના ત્રણ મહીનાના પ્રવાસે છે ત્યારે ઈન્ડિયન ફેમિલિ એશોશિએશન (ત્જ્ખ્)  દ્વારા કેનેડામાં એમના ત્રણ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

૧૦ જૂનના રોજ બ્રેમ્પટન, ૨૫ જૂન ગલ્ફ અને ૨૬ જૂન કીચનરમાં યોજાયેલા ત્રણે કાર્યક્રમોને કેનેડામાં વસતાં કલાપ્રેમી ગુજરાતીઓએ અત્યંત ઉત્સાહથી માણ્યા હતા. ગલ્ફ ગુજરાતી સમાજે પણ ગલ્ફના કાર્યક્રમમાં ખૂબ સહકાર આપ્યો હતો.

જગદીશ ત્રિવેદીએ આઈફાનાં આ ત્રણ કાર્યક્રમો દ્વારા એકઠા થયેલા ૧૯,૫૦૫ કેનેડીયન ડોલર એટલે કે આશરે બાર લાખ રૂપિયા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં સરકારી બાળ સેવા કેન્દ્ર બનાવવામાં  ખર્ચ કરવાની જાહેરાત કરી હતી.

ગુજરાત સરકાર દરેક તાલુકા મથક ઉપર કુપોષિત બાળકોના પોષણ માટે બાળ સેવા કેન્દ્ર ચલાવે છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કુપોષિત બાળકોની સૌથી વધુ સંખ્યા પાટડી તાલુકામાં હોવાથી ત્યાં બાળ સેવા કેન્દ્રનું નિર્માણ કરવાનું નક્કી કરેલ છે. તદ્દન નવું અને અત્યંત આધુનિક ભવન હશે. 

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા આરોગ્ય અઘિકારી તરફથી નવા ભવનના નિર્માણની મંજુરી પણ મળી જતાં નિર્માણકાર્ય શરૂં થઈ ગયું છે. તેમજ આ ભવનનું નિર્માણ કેનેડાની આઈફા સંસ્થા દ્રારા આયોજીત જગદીશ ત્રિવેદીના ત્રણ કાર્યક્રમોમાંથી થનાર હોવાથી આ ભવનનું નામ ‘આઈફા બાળ સેવા કેન્દ્ર’ એવું રાખવાનું નક્કી કરેલ છે. 

આ ત્રણે કાર્યક્રમોને સફળ બનાવવામાં જયેશ બ્રહ્મભટ્ટ, રજની પટેલ, નવલ બજાજ, પથિક શુક્લા, રાજેશ બ્રહ્મભટ્ટ, ઉમેશ પટેલ, હીતેશ જગડ, નયન બ્રહમભટ્ટ, કશ્યપ પટેલ, કેયુર પટેલ, પૂર્વેશ પટેલે તથા રશ્મિકાંત પટેલે ખૂબ જહેમત ઉઠાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here