જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

મેષ (અ,લ,ઈ)

આ સમય દરમિયાન અશાંતિ અને અજંપાભરી સ્થિતિ મનમાં રહેવા સંભવ છે. મન ઉન્માદમાં રહેશે. આર્થિક દ્રષ્ટિએ સમય મધ્યમ જણાય છે. આવકમાં ખાસ નોંધપાત્ર વધારો થવાની શક્યતા જણાતી નથી. ખર્ચના પ્રમાણમાં વધારો થવાની સંભાવના ખરી જ. મકાન- મિલકતને લગતા પ્રશ્નોમાં પ્રયત્નથી લાભ થાય. મુસાફરી થાય. તા. ૨૪, ૨૫, ૨૬ ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. ૨૭, ૨૮ ખર્ચાળ દિવસો ગણાય. તા. ૨૯, ૩૦ ખર્ચાળ દિવસો.

વૃષભ   (બ,વ,ઉ)

આર્થિક દ્રષ્ટિએ આ સમયમાં આપના પ્રયત્નો યારી આપી જશે. આવકમાં વૃદ્ધિ થાય. નવીન રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા લાભ થવાની શક્યતાઓ ખરી જ. એકંદરે નાણાકીય ચિંતાઓ દૂર થતાં આર્થિક સમસ્યાઓ હલ કરી શકશો. તે સિવાય ગૃહજીવનના તેમ જ ખાસ કરીને સંતાનોના પ્રશ્નોમાં મૂંઝવણ વધવા સંભાવના ખરી જ. પ્રવાસ ટાળવો. તા. ૨૪, ૨૫, ૨૬ લાભ થાય. તા. ૨૭, ૨૮ સફળ દિવસો. તા. ૨૯, ૩૦ મિશ્ર દિવસો.

મિથુન (ક,છ,ધ)

આ સપ્તાહમાં એકંદરે આપ ઘણી રાહત અનુભવી શકશો. ચિંતાનો બોજ હળવો થશે. માનસિક તાણ ઓછી થતાં વિશેષ શાંતિ થશે. આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા પ્રયત્નશીલ રહેજો, અવશ્ય સફળતા મળશે. મહત્ત્વની યોજના કે પ્રસંગ માટે નાણાકીય વ્યવસ્થા કરી શકશો. એકાદ બે નવી તકો મળવાની સંભાવના પણ ખરી જ. તા. ૨૪, ૨૫, ૨૬ એકંદરે રાહત રહે. તા. ૨૭, ૨૮ સફળ દિવસો ગણાય. તા. ૨૯, ૩૦ લાભ થાય.

કર્ક  (ડ,હ)

નોકરી વ્યવસાયને લગતાં રચનાત્મક તથા વિકાસનાં કાર્યોને સફળતાપૂર્વક પાર પાડી શકશો. આ સમયગાળામાં આર્થિક લાભો મળવાની આશા પણ રાખી શકશો. આપની મહત્ત્વની યોજનાઓ અંગે જરૂરી નાણાકીય જોગવાઈ કરવા અંગે ગ્રહમાન સાનુકૂળ જણાય છે. તે સિવાય સાંપત્તિક પ્રશ્નો હાથ ધરવા હિતાવહ જણાતા નથી. પ્રવાસ ટાળવો. તા. ૨૪, ૨૫, ૨૬ સફળ દિવસો પસાર થાય. તા. ૨૭, ૨૮ આર્થિક લાભ થાય. તા. ૨૯, ૩૦ પ્રવાસ ટાળવો.

સિંહ (મ,ટ)

આ સમયગાળામાં આપને દુઃખ, હતાશા તથા બેચેનીનો અનુભવ થાય તેવા યોગો જણાય છે. નોકરી-ધંધાના પ્રશ્નોમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવું બનવાની સંભાવના પણ ખરી જ. આર્થિક સમસ્યાઓ આપને મૂંઝવે તેમ પણ બને. આવકની સામે જાવક વધવાની સંભાવના વિશેષ જણાય છે. તા. ૨૪, ૨૫, ૨૬ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૭, ૨૮ ખર્ચ વધવા પામે. તા. ૨૯, ૩૦ સામાન્ય દિવસો.

કન્યા  (પ,ઠ,ણ)

આ સમયગાળામાં એકંદરે આપને રાહત જણાશે. ગૃહજીવનની સમસ્યાઓમાં વિશેષ રાહત જણાશે. ભાગીદારીના પ્રશ્નો હશે તો તમે તેને ઉકેલી શકશો. અલબત્ત, આપને આપનું અંગત આરોગ્ય જાળવવું પડશે તે સિવાય મકાન, મિલકતને લગતા પ્રશ્નો હશે તો તેમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડશે. નોકરિયાત વર્ગને એકંદરે રાહત જણાશે. સંતાનોથી લાભ થાય. તા. ૨૪, ૨૫, ૨૬ રાહતભર્યા દિવસો ગણાય. તા. ૨૭, ૨૮ આરોગ્ય જાળવવું. તા. ૨૯, ૩૦ લાભ થાય.

તુલા  (ર,ત)

આ સમય શારીરિક આરોગ્ય તથા માનસિક દૃષ્ટિએ પ્રતિકૂળ નીવડે તેમ છે. અન્ય વ્યક્તિઓ સાથે પણ વિવાદ કે ઘર્ષણ થવાની સંભાવના ખરી જ. આવક વધશે. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધવાની શક્યતાઓ પણ રહેલી જણાય છે. નોકરિયાત વર્ગને અણધાર્યો લાભ મળી પણ જાય. ઉપરી અધિકારી સાથે સંવાદિતા જણાશે. ગૃહજીવનમાં સંભાળવું. તા. ૨૪, ૨૫, ૨૬ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૭, ૨૮ ખર્ચાળ દિવસો. ૨૯, ૩૦ ગૃહજીવનમાં સંભાળવું.

વૃશ્ચિક (ન,ય)  

જમીન-મકાનના પ્રશ્નો અંગે સાનુકૂળતા જણાય છે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં પણ વિશેષ અનુકૂળતાની અનુભૂતિ થશે. માન-પ્રતિષ્ઠા-યશ મેળવી શકશો. નાણાકીય આયોજનોમાં સંભાળવું પડશે. આવકની સામે જાવક વધવાની સંભાવના ખરી જ. કૌટુંબિક જવાબદારીઓ વધશે, જે તમે પાર પાડી શકશો. તા. ૨૪, ૨૫, ૨૬ સફળ દિવસો પસાર થાય. તા. ૨૭, ૨૮ નાણાકીય બાબતોમાં સંભાળવું. તા. ૨૯, ૩૦ જવાબદારી વધશે.

ધન  (ભ,ધ,ફ,ઢ)

કૌટુંબિક તેમ જ દામ્પત્યજીવનને લગતી કેટલીક સમસ્યાઓનો ઉકેલ આપને સમયગાળામાં મળી શકે તેમ છે. પ્રવાસ-પર્યટનથી પણ આનંદ મળે તેમ છે. આવક વધવાની સાથે ખર્ચનું પ્રમાણ વધવાની શક્યતાઓ પણ ખરી જ. મિલન-મુલાકાત સફળ નીવડશે. કુટુંબમાં ધાર્મિક પ્રસંગની ઉજવણી થઈ શકે. તા. ૨૪, ૨૫, ૨૬ શુભ સમાચાર મળે. તા. ૨૭, ૨૮ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૯, ૩૦ મિલન – મુલાકાત ફળદાયી બને.

મકર  (જ,ખ) 

વ્યવસાયને લગતા કેટલાક પ્રશ્નો અહીં ગૂંચવાઈ જવાની સંભાવના ખરી જ. એટલે કુનેહ અને ડહાપણ દાખવીને પ્રશ્નો ઉકેલવા તરફ ધ્યાન આપજો. ચાલુ નોકરીમાં અણધારી ગરબડ કે સંઘર્ષ જાગે તેમ લાગે છે. આર્થિક પરિસ્થિતિ હવે સુધારી શકશો. મહત્ત્વના લાભ મળી શકે તેવા સંજોગોનું નિર્માણ થશે. સંતાનોની ચિંતા વધશે. તા. ૨૪, ૨૫, ૨૬ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૭, ૨૮ આર્થિક લાભ થાય. તા. ૨૯, ૩૦ સંતાનોની ચિંતા વધવા પામે.

કુંભ   (ગ,શ,સ,ષ)

આ સમયમાં માનસિક તાણ, ઉચાટ-ઉદ્વેગ કે અશાંતિ ઊભી થવાની શક્યતા ખરી જ. જમીન-મિલકતને લગતા પ્રશ્નો ગૂંચવાય તેવી સંભાવના ખરી જ. મુશ્કેલી તથા અગવડ વધારે તેવા સંજાગોનું નિર્માણ થવાની સંભાવના ખરી જ. ગૃહજીવનમાં સંવાદિતા રાખવી પડશે. વાહનથી સંભાળવું. પ્રવાસ ટાળવો. તા. ૩૧, ૧, ૨ ઉચાટ-ઉદ્વેગ રહ્ના કરશે. તા. ૩, ૪ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૫, ૬ પ્રવાસ ટાળવો.

મીન  (દ.ચ,ઝ,થ)

આ સમયગાળામાં એકંદરે આપને રાહત જણાશે. ગૃહજીવનની સમસ્યામાં વિશેષ રાહત જણાશે. ભાગીદારીના પ્રશ્નો હશે તો તમે તેને ઉકેલી શકશો. અલબત્ત, આપને આપનું અંગત આરોગ્ય જાળવવું પડશે તે સિવાય મકાન, મિલકતને લગતા પ્રશ્નો હશે તો તેમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડશે. નોકરિયાત વર્ગને એકંદરે રાહત જણાશે. સંતાનોથી લાભ થાય. તા. ૩૧, ૧, ૨ રાહતભર્યા દિવસો ગણાય. તા. ૩, ૪ આરોગ્ય જાળવવું. તા. ૫, ૬ લાભ થાય.