જ્યોતિષ રાશિ ભવિષ્ય

(તા. 7 જૂલાઈ ૨૦૨૩થી તા. 13 જૂલાઈ ૨૦૨૩ સુધી)

 

મેષ (અ,લ,ઈ)

આ સપ્તાહે એકંદરે આપના માટે મિશ્ર અનુભવવાળું રહેશે. આર્થિક ઉત્કર્ષ થાય તેવા યોગો જણાય છે. નવીન ખરીદી માટે પણ સમય યોગ્ય જણાય છે. સાથે સાથે કુટુંબમાં ભાઈભાંડુની તબિયત અંગે અથવા અન્ય ચિંતા રહેવાની સંભાવના ખરી જ. સપ્તાહના અંતિમ દિવસોમાં અણધાર્યો ખર્ચ થવાની શક્યતા વિશેષ જણાય છે. તા. 7, 8, 9 સામાન્ય દિવસો. તા. 10, 11 ચિંતાજનક દિવસો. તા. 12 ખર્ચ થાય. તા. 13 બપોર પછી સારુ  ગણાય.

વૃષભ (બ,વ,ઉ)

આ સપ્તાહમાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. નોકરીના ક્ષેત્રમાં અસ્વસ્થતા રહેશે તેમ છતાં જેમ જેમ દિવસો વીતતા જશે તેમ તેમ વિશેષ શાંતિનો અનુભવ થશે. કુટુંબ, અોફિસમાં કે પ્રિય વ્યક્તિ સાથે થયેલી ગેરસમજ દૂર થશે. જાવકની સામે આવક ચાલુ રહેશે, તા. 7, 8, 9 મિલન-મુલાકાત શક્ય બનશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. 10, 11 શાંતિ થાય. તા. 12 સામાન્ય દિવસ. તા. 13 બપોર પછી લાભ થાય.

મિથુન (ક,છ,ધ)

સતત ચિંતા અને કાલ્પનિક ભય વગેરે આ સમયગાળામાં રહેવાની સંભાવના ખરી જ. નવીન ખરીદી માટે સમય યોગ્ય જણાય છે. ખાસ કરીને વાહનની ખરીદી કરી શકાય. સ્વતંત્ર વ્યવસાય કરનારી વ્યક્તિ માટે સપ્તાહના અંતિમ તબક્કામાં વિશેષ લાભ થાય તેવા યોગો જણાય છે. પ્રવાસ ટાળવો. તા. 7, 8 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 9 મિશ્ર દિવસ. તા. 10, 11 વાહનખરીદી થઈ શકે. તા. 12 આકસ્મિક લાભ થાય. તા. 13 બપોર પછી રાહત થાય.

કર્ક (ડ,હ)

આનંદ, ઉલ્લાસભર્યા વાતાવરણમાં આપનું આ સપ્તાહ પૂર્ણ થશે. દરેક બાબતમાં યશ-પ્રતિષ્ઠા મળશે. સ્નેહીઅો, શુભેચ્છકો, મિત્રો સાથે સંવાદિતા જળવાશે. પારીવારિક પ્રશ્નોમાં પણ એકંદરે રાહત જણાશે. માત્ર નોકરીના ક્ષેત્રમાં હિતશત્રુઓથી સાચવવું પડશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું. તા. 7, 8, 9 આનંદમય દિવસો પસાર થાય. તા. 10, 11 લાભકારક દિવસો. તા. 12 સામાન્ય દિવસ. તા. 13 શુભ કાર્ય થઈ શકે.

સિંહ (મ,ટ)

આ સમયગાળામાં આપ હરોફરો, પણ મનથી શાંતિ જેવું જણાશે નહિ. શેર-સટ્ટાથી દૂર રહેવું સલાહભર્યુ ગણાય. નોકરીના ક્ષેત્રમાં ઉપરી અધિકારી કે સહકાર્યકર સાથે ગેરસમજ થવાની સંભાવના પણ ખરી જ. સમજદારી, સંયમ અને સહનશીલતા રાખી કાર્ય કરવાથી ઍકંદરે વાંધો નહિ આવે. પ્રવાસનું આયોજન હિતાવહ નથી. તા. 7, 8, 9 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 10, 11 શેરસટ્ટાથી દૂર રહેવું. તા. 12 લાભ. તા. 13 સામાન્ય દિવસ.

કન્યા (પ,ઠ,ણ)

આ સપ્તાહમાં આપનો ઉમંગ, આનંદ ઉત્સાહ વગેરે જળવાઈ રહેશે. આપના કાર્યક્ષેત્રમાં પણ ધારણા પ્રમાણે કાર્ય સિદ્ધિ થતાં વિશેષ આનંદનો અનુભવ થશે. પારીવારિક પ્રશ્નોમાં પણ રાહત થશે. પરસ્પર સ્નેહ અને સંવાદિતા જળવાશે. સ્નેહીઅો શુભેચ્છકો સાથે મળવાનું પણ થાય. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. તા. 7, 8, 9 લાભદાયક દિવસો પસાર થાય. તા. 10, 11 સામાન્ય દિવસો ગણાય. તા. 12 લાભકારક દિવસ. તા. 13 બપોર પછી રાહત થાય.

તુલા (ર,ત)

આપને સાર્વત્રિક સફળતા મળે તેવા યોગો જણાય છે. આપના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તે સંદર્ભમાં સફળતા મળતાં વિશેષ આનંદની અનુભૂતિ થશે જ. વેપાર-રોજગારમાં કે નોકરીના ક્ષેત્રમાં પણ શાંતિ જળવાશે. નવપરિણીતો માટે પણ સમય આનંદપ્રેરક જણાય છે. પ્રવાસનું આયોજન શક્ય બને. તા. 7, 8, 9 સફળતાભર્યા દિવસો પસાર થાય. તા. 10, 11 લાભકારક દિવસો. તા. 12 શુભ કાર્ય થાય. તા. 13 આનંદમય દિવસ.

વૃશ્ચિક (ન,ય)

આપને એકંદરે રાહત રહેશે. ચિંતા, દોડધામ, કાર્યબોજ વધુ રહેવા છતાં આખરે કાર્યસિદ્ધિનિ કારણે મનની શાંતિ જળવાય તેવા યોગો જણાય છે. સ્નેહીઅો, શુભેચ્છકો સાથે મળવાનું થાય. નવું ંહાઉસનાં ખરીદ-વેચાણ અંગેના પ્રશ્નો હશે તો તેમાંથી પણ છુટકારો થતાં વિશેષ શાંતિ થશે. આપની મહત્ત્વાકાંક્ષાઅો મહદ્ અંશે પૂર્ણ થશે. તા. 7, 8, 9 સામાન્ય દિવસો ગણાય. તા. 10, 11 એકંદરે લાભદાયી દિવસ ગણાય. તા. 12, 13 બપોર પછી રાહત થાય.

ધન (ભ,ધ,ફ,ઢ)

આ સમયગાળામાં વિચિત્ર પ્રકારના ખર્ચ થવાની શક્યતાઅો ખરી જ. સાથે સાથે માનસિક અજંપો, અશાંતિ વગેરે પણ આ સમયગાળામાં આપને પજવશે. માનસિક તૈયારી રાખવી પડશે. નાણાકીય સાહસથી દૂર રહેવું હિતાવહ બની રહેશે. તે સિવાય નોકરિયાત વર્ગે પણ દરેક પ્રકારે શાંતિ અને સાવધાની રાખવી પડશે. તા. 7, 8, 9 ખોટા ખર્ચાઅોથી સંભાળવું. તા. 10, 11 સામાન્ય દિવસો પસાર થાય. તા. 12 લાભકારક દિવસ. તા. 13 દરેક રીતે સંભાળવું જરૂરી.

મકર (જ,ખ)

આનંદ-ઉલ્લાસ, ઉમંગ અને સફળતાભર્યા આ સમયગાળામાં આપને માનસિક શાંતિ મળશે. આપના અધૂરાં કાર્યો પૂરાં થઈ શકશે. મિલન-મુલાકાત શક્ય બનશે. નાના-મોટા પ્રવાસનું આયોજન થઈ શકશે. વિવાહઇચ્છુકો માટે પણ સાનુકૂળ જણાય છે. તરુણોની યશ-પ્રતિષ્ઠા વધે તેવા સંજાગોનું નિર્માણ થશે. તા. 7, 8, 9 આનંદમય દિવસો પસાર થાય. તા. 10, 11 લાભકારક દિવસો. તા. 12 કુટુંબમાં શુભ કાર્ય થાય. તા. 13 આનંદમય દિવસ.

કુંભ (ગ,શ,સ,ષ)

અનપેક્ષિત ખર્ચના સંજાગો ઊભા થવાની શક્યતા આ સપ્તાહમાં વિશેષ જણાય છે. દરેક કાર્યમાં શાંતિ રાખવી પડશે. સમજદારી અને સંયમથી વર્તવું પડશે, નહિતર નુકસાન થઈ શકે છે. સાર્વજનિક ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિઅોઍ ખાસ સાચવવું પડશે. સપ્તાહના અંતમાં પુત્રચિંતા હશે તો તે દૂર થવાની શક્યતા જણાય છે. તા. 7, 8, 9 દરેક રીતે સંભાળવું. તા. 10, 11 સામાન્ય દિવસો. તા. 12, 13 લાભકારક દિવસો પસાર થાય.

મીન (દ.ચ,ઝ,થ)

સર્વ પ્રકારે શુભ ફળદાયી આ સપ્તાહમાં આપનો પ્રત્યેક દિવસ આનંદ, ઉમંગ અને ઉત્સાહથી પૂર્ણ થશે. સર્વ પ્રકારે શુભ ફળ મળે તેવા યોગો જણાય છે. નોકરી -વ્યવસાયના ક્ષેત્રમાં સંવાદિતા જળવાય. લાભદાયક રચના પણ થઈ શકે. મિલન, મુલાકાત કે નાના-મોટા પ્રવાસનું આયોજન પણ થઈ શકે તેમ છે. તા. 7, 8, 9 શુભ ફળદાયી દિવસો. તા. 10, 11 લાભકારક દિવસો પસાર થાય. તા. 12 શુભ કાર્ય થઈ શકે. તા. 13 પ્રવાસનું આયોજન શક્ય બને.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here