ફેસ બુક ડેટા લિક પ્રકરણ – બ્રિટિશ કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ પોતાની ઓફિસોના કામકાજ બંધ કર્યા .. કચેરીઓને લાગ્યા તાળાં…

0
1011
In this photo illustration, a Facebook logo on a computer screen is seen through a magnifying glass held by a woman in Bern May 19, 2012. Picture taken May 19, 2012. REUTERS/Thomas Hodel
Reuters

 

ફેસબુકનો ડેટા લિક કરવાના આરોપમાં સંડોવાયા બાદ બ્રિટનસ્થિત કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ પોતાના તમામ કામકાજ તત્કાળ બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. કંપનીએ  અમેરિકા અને બ્રિટનમાં પણ નાદારી નોંધાવવાની કાર્યવાહી શરૂ કરી હોવાની માહિતી જાણવા મળી હતી.

  ઉપરોક્ત કંપનીએ જારી કરેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, આ વ્યવસાયમાં ટકી રહેવાની હવે કોઈ સંભાવનાઓ બાકી રહી નથી. એનાલિટિકાની પૈતૃક કંપની એસ સીએલ ગ્રુપના સ્થાપક  નાઈજેલ ઓક્સએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે, કંપની પોતાનો સંપૂર્ણ બિઝનેસ તાત્કાલિક અસરથી બંધ કરી રહી છે. પોતાનાી કચેરીના તમામ કર્મચારીઓની એક બેઠક ન્યુ યોર્કમાં બોલાવીને આ જાણકારી આપવામાં આવી હતી. કેમ્બ્રિજ એનાલિટિકાએ ગેરકાનૂની રીત અપનાવીને કરોડો ફેસબુક વપરાશકારોના ડેટા તફડાવી લીધા હોવાનો એના પર આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કંપનીએ ર016માં યોજાયેલ  અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે કામ કામ કર્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here