અમેરિકામાં હેલ્થ કેર માટે ઇમિગ્રેશનની ઊભી થયેલી તકો

0
1168

 

અમેરિકામાં હેલ્થ કેર માટે કર્મચારીઓની શોર્ટેજ ઊભી થયેલી છે ત્યારે આ ક્ષેત્રમાં અમેરિકામાં ઇમિગ્રેશન માટેની ઊભી થયેલી તકો માટે ઘણા વિચારી રહ્યા છે. અમેરિકામાં કાયદેસરની વસાહત માટે ઘણા વિકલ્પો છે, તેમાં આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓ માટે સૌથી સરળ ઉપાય નોકરી આધારિત વીઝાનો છે. તમે આરોગ્ય ક્ષેત્રના હો તો કઈ રીતે વીઝા મેળવી શકો છો તે હવે જાણીએ.

ઇમિગ્રન્ટ વીઝા PERM લેબર સર્ટિફિકેશનઃ

બીજા દેશમાંથી વર્કરને વર્ક વીઝા પર લાવવા માટે પ્રથમ પગલું PERM લેબર સર્ટિફિકેશનનું છે. PERM લેબર સર્ટિફિકેશન માટે તમારા નોકરીદાતાએ એ દર્શાવવું પડે કે તમને જે કામ માટે નોકરી આપવામાં આવી રહી છે તે જગ્યા માટે લાયક અમેરિકન વર્કરને નોકરીએ રાખવા માટે તેમણે પૂરતા પ્રમાણમાં પ્રયાસો કર્યા હતા.

આ પ્રોસેસમાં ઘણો સમય લાગતો હોય છે અને મુશ્કેલ પ્રક્રિયા છે, પરંતુ તમે પરિવાર સાથે અમેરિકા આવવા માગતા હો તો આ માર્ગ ઉત્તમ છે.

ફિઝિશિયન નેશનલ ઇન્ટરેસ્ટ વેઇવર (PNIW): અમેરિકામાં આરોગ્ય ક્ષેત્રમાં કામ કરી શકે તેવા તબીબોના ઇમિગ્રેશન માટે આ વેઇવર પ્રોગ્રામ બનાવાયો છે. અમેરિકામાં કામ કરવા માગતા ફિઝિશિયન્સ માટે આ સારી તક છે. આ માટે જોકે ડોક્ટરે જે વિસ્તારમાં ઓછી આરોગ્ય સેવા ઉપલબ્ધ હોય ત્યાં કામ કરવાની તૈયારી રાખવી પડે. તેમ જ અમેરિકાની મેડિકલ લાયસન્સિંગ એક્ઝામિનેશન પાસ કરવી પડે અને પાંચ વર્ષ સુધી પૂર્ણ સમય માટે મેડિકલ પ્રેક્ટિસ કરવી પડે.

નોન-ઇમિગ્રન્ટ વીઝા

H-1B વીઝાઃ ડોક્ટર તરીકે H1B વીઝા માટે તમારી પાસે ECEMG સર્ટિફિકેશન હોવું જરૂરી છે. આ સર્ટિફિકેટના આધારે તમે અમેરિકામાં મેડિકલ પ્રેક્ટિસ કરી શકો છો. આ સર્ટિફિકેટ મેળવી લેવાની તૈયારીઓ તમારે કરી લેવી જોઈએ. ડોક્ટરો માટે H-1B વીઝા લોકપ્રિય પસંદ છે, કેમ કે તેના આધારે અમેરિકામાં છ વર્ષ માટે કામ કરી શકાય છે અને પછી અમુક કિસ્સામાં લંબાવી શકાય છે.

0-1 visas: વિશ્વની ઉત્તમ વૈજ્ઞાનિક ટેલેન્ટને આકર્ષવા માટે અમેરિકા O-1 વીઝા આપે છે. પોતાના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવનારને આ વીઝા મળે છે. તમારે એ સાબિત કરવું પડે કે તમે તમારા ક્ષેત્રમાં ઉત્તમ લાયકાત ધરાવો છો. આ પ્રોસેસ મુશ્કેલ છે, પણ પ્રયત્ન કરી શકાય છે.

J-1 visas: અમેરિકામાં કામ કરવા માગતા મેડિકલ ગ્રેજ્યુએટ્સ માટે આ વિકલ્પ પણ છે. હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂશન માટે આ ઓછો ખર્ચાળ વિકલ્પ છે, પણ તેમાં ઘણી શરતો છે તે પૂર્ણ કરવી પડે. દાખલા તરીકે ડ્યુઅલ ઈન્ટેન્ટ ના હોવો જોઈએ. એટલે કે તમે કાયમ અમેરિકામાં વસી જવા માટે ના વિચારી રહ્યા હોવા જોઈએ.

આ વીઝા સાથે ૨ વર્ષની ફોરેન રેસિડન્સી રિક્વાયરમેન્ટ પૂરી કરવી પડે, જે ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની કલમ 212(P) પ્રમાણે જરૂરી છે.

તમારા માટે, તમારા પરિવાર અને મિત્રોને અમેરિકાના ઇમિગ્રેશનના આવા કાયદા કેવી રીતે અસર કરે છે તે માટેની વિશેષ માહિતી તમે મેળવવા માગતા હો તો NPZ લો ગ્રુપના લોયર્સનો તમે સંપર્ક કરી શકો છો. આ માટે તમે અમને info@visaserve.com પર ઇમેઇલ કરી શકો છો અથવા આ નંબર પર કોલ કરી શકો છો – 201-670-0006 (104). વધારે માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here