નોકરી ગઈ હોય કે જવાની તૈયારી હોય તેવા H-1B વર્કર્સે શું કરવું જોઈએ

0
569

 

અમેરિકાની ટેક ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે સૌથી અગત્યના વીઝા H-1B છે. હાલમાં આ વીઝાધારકો માટે મુશ્કેલ સ્થિતિ છે, કેમ કે 40,000 ટેક વર્કર્સને હાલમાં છુટ્ટા કરવામાં આવ્યા છે. ટર્મિનેશનની સ્થિતિમાં શું કરી શકાય તેનું માર્ગદર્શન આ લેખમાં આપવા કોશિશ થઈ છે.

ટર્મિનેશન પછી વર્કર શું કરી શકે

નીચે પ્રમાણેના વીઝા ધરાવનાર વ્યક્તિને ટર્મિનેશન પછી 60 દિવસનો ગ્રેસ પિરિયડ આપવાનું 17 જાન્યુઆરી, 2017થી શરૂ થયેલું છે. નોકરીમાંથી છુટ્ટા થયાના 60 દિવસમાં અન્યત્ર નોકરી મેળવી લેવાની રહે છે. અથવા અન્ય વીઝા મેળવી લેવા પડે અને જો બીજા વીઝા ના મળે તો 60 દિવસમાં અમેરિકા છોડી દેવું પડે.

  • E-1
  • E-2
  • E-3
  • H-1B
  • H-1B1
  • L-1
  • O-1
  • TN

મુદત ક્યારથી શરૂ થાય

કર્મચારીને નોન પ્રોડક્ટિવ સ્ટેટસમાં મૂકીને છુટ્ટા કરાયાની જાણ કરાય ત્યારથી 60 દિવસનો ગ્રેસ પિરિયડ શરૂ થઈ જાય છે. ઘણી વાર કંપની વર્કરને છુટ્ટો કર્યા પછી કેટલાક મહિના સુધીનો પગાર આપવાનું ચાલુ રાખે છે અથવા કેટલાક પગારનું સિવિયરન્સ વળતર આપે છે, પણ નોકરી પૂર્ણ થયેલી જ ગણાય. કેટલાક અપવાદ હોય છે, જેમ કે કાયદા પ્રમાણે શારીરિક અશક્તિને કારણે કોઈ કામ કરવાનું બંધ કરે ત્યારે તેને આ લાગુ પડતું નથી અને ફેમિલી એન્ડ મેડિકલ લીવ કાયદા હેઠળ વીઝાનું સ્ટેટસ જળવાઈ રહે છે.

ગ્રીન કાર્ડ એમ્પ્લોયમેન્ટ સ્પોન્સરશીપ મેળવી હોય તેમને પણ અમેરિકામાં સ્ટે મળતો નથી. અમેરિકામાં રહેવા માટે એ જરૂરી છે કે નવા નોકરીદાતા નવા PERM લેબર સર્ટિફિકેશન માટે અરજી કરે અને તે પછીની I-140 પિટિશન માટેની મંજૂરી મેળવે.

 

 ટર્મિનેશનના સંજોગોમાં નીચે પ્રમાણેનાં પગલાં લેવાં જોઈએ:

 

  1. H-1B વીઝાધારકે યોગ્ય ઇમિગ્રેશન એટર્નીનો સંપર્ક કરીને અમેરિકામાં રહેવા માટેના વિકલ્પો ચકાસી લેવા જોઈએ.

 

  1. ટર્મિનેશન પછી વર્કર પાસે નવી નોકરી શોધવા કે નવા નોનઇમિગ્રન્ટ વીઝા મેળવવા માત્ર 60 દિવસ જ હોય છે એટલે ઝડપથી વિકલ્પો ચકાસી લેવા જોઈએ.

 

  1. અન્ય વિકલ્પોની વાત કરીએ તો:

 

  1. F-1 વીઝા માટે ગ્રેજ્યુએટ કે ઉચ્ચ ડિગ્રી માટેના અભ્યાસમાં પ્રવેશ મેળવી લેવો જોઈએ.

 

  1. જો જીવનસાથી પાસે પણ H-1B વીઝા હોય તો તેના ડિપેન્ડન્ટ તરીકે H-4 વીઝાના સ્ટેટસ માટે અરજી કરવી જોઈએ. કેટલાક અપવાદને બાદ કરતાં H-4 ડિપેન્ડન્ટ વીઝા હોલ્ડરને રોજગારી માટેની મંજૂરી મળતી નથી.

 

  1. નવી નોકરી ના મળે અને 60 દિવસમાં અમેરિકા છોડી દેવું પડે અને બાદમાં અમેરિકાની કે બીજી કંપનીમાં નોકરી મળી જાય તો ત્યારે કદાચ L વીઝા સ્ટેટસ મળવાની શક્યતા રહે છે. વર્કરને ઘણી વાર માત્ર અમેરિકા બહાર એકાદ વર્ષ નોકરી કરે ત્યારે જ આ સ્ટેટસ મળતું હોય છે.

અમેરિકાના સિટીઝનશીપ અને ઇમિગ્રેશન લૉઝ વિશે આ પ્રકારનું માર્ગદર્શન મેળવવા અથવા આ પ્રકારની અમેરિકા અને કેનેડાના ઇમિગ્રેશન વિશેની વધારાની માહિતી મેળવવા માગતા હો તો અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે અમને ઈમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here