જામનગરમાં બનશે દુનિયાનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય બનશે

 

જામનગરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગુજરાતના જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. અને દેશ-વિદેશની અનેક પ્રજાતિના પશુ-પક્ષીઓને અહીં લાવવામાં આવશે. 

જામનગરમાં નિર્માણ પામનાર આ પ્રાણી સંગ્રહાલય આશરે ૨૮૦ એકર જમીન પર બનાવાશે, આ જમીન વિશ્વની સૌથી મોટી તેલ રિફાઇનરી જામનગર પાસે મોટી ખાવડીમાં કંપનીની રિફાઇનરી પરિયોજનાની નજીક છે, જ્યાં એક પેટ્રોકેમિકલ પરિયોજના ચાલી રહી છે. કોર્પોરેટ મામલાઓના આરઆઇએલ ડાયરેક્ટર પરિમલ નથવાણીએ કહ્યુ હતું કે પ્રાણી સંગ્રહાલય આગામી બે વર્ષમાં ખુલ્લુ મુકાય એવી આશા છે. આ પ્રોજક્ટ કોરોના મહામારીને લીધે મોડો થયો હતો.

પરિમલ નથવાળીના જણાવ્યા મુજબ આ યોજનાને ઝેડ ગ્રીન્સ ઝુલોજિકલ, રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગડમ કહેવામાં આવશે જેમાં ફોરેસ્ટ ઓફ ઇન્ડિયા, ફ્રોગ હાઉસ, ઇન્સેક્ટ લાઇફ, ડ્રેગન લેન્ડ, એક્સોટિક આઇલેન્ડ, વાઇલ્ડ ટ્રેલ ઓફ ગુજરાત અને એક્વાટિક કિંગડમ જેવા અલગ અલગ વિભાગો હશે. આ સિવાય વિશ્વના આ સૌથી મોટા પ્રાણી સંગ્રહાયલમાં હરણ, લોરિસ, સ્લોથ બિયર, ફિશિંગ કેટ, કોમોડો ડ્રેગન, દીપડા અને રોજી પેલિકન સહિત અલગ અલગ પ્રજાતિઓના પ્રાણી સંગ્રહાલય સામેલ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here