દુનિયાના ૨૯ દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટ

 

કોરોના સંબંધિત દરરોજ નવા સંશોધન અને અધ્યયન કરવામાં આવી રહ્યા છે, જેથી કોરોનાના મૂળ વિશે વધુ અને વધુ માહિતી મળી શકે. જોકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા કોરોનાને લઈને એક નવો ખુલાસો થયો છે. ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે લેમ્બડા નામનું વિશ્વના ૨૯ દેશોમાં કોરોનાનું એક નવું રૂપ મળી આવ્યું છે. ષ્ણ્બ્એ જણાવ્યું હતું કે, ખાસ કરીને કોવિડનું નવું પ્રકાર દક્ષિણ અમેરિકામાં મળી આવ્યું છે, જ્યાં તેનું મૂળ માનવામાં આવે છે. સાપ્તાહિક અપડેટ તરીકે, ષ્ણ્બ્એ જણાવ્યું હતું કે પેરૂમાં કોરોનાનું નવું વેરિયન્ટ મળી આવ્યું છે, લેમ્બડામાં જોવા મળતા કોરોના આ નવા પ્રકારને દક્ષિણ અમેરિકામાં તેના પ્રસારને કારણે વૈશ્વિક હિતમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. પેરૂના અધિકારીઓએ માહિતી આપી હતી કે એપ્રિલ ૨૦૨૧થી ચેપગ્રસ્ત કિસ્સાઓમાં ૮૧ ટકા આ પ્રકાર જોવા મળી છે. ચિલીમાં, છેલ્લા ૬૦ દિવસોમાં નોંધાયેલા ૩૨ ટકા કિસ્સાઓમાં કોવિડ-૧૯નો નવો પ્રકાર જોવા મળ્યો હતો. આ સિવાય, આર્જેન્ટિના અને ઇક્વાડોરમાં પણ કોરોનાના નવા પ્રકારોના ઘણા કિસ્સા જોવા મળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here