રાજાનો મુખ્ય ધર્મ પોતાની પ્રજાને રાખવાનો છે

0
1151

(ગતાંકથી ચાલુ)
કામિનીની જેમ શર્મિષ્ઠાએ પણ્ણતેના પતિને બોધ આપ્યો હતો. મત્સ્ય મહાપુરાણમાં શર્મિષ્ઠાએ યયાતિને કહ્યું ઃ ‘રાજન, હાસ્ય – મજાકના અવસરે બોલાયેલું વચન વકતાને હાનિ પહોંચાડતું નથી. એ જ પ્રમાણે સ્ત્રીઓના વિવાહ કરાવવામં, પ્રાણ સંકટમાં આવી પડે ત્યારે અને બધી સંપત્તિ નષ્ટ થઈઈજાય ત્યારે મિથ્યા વાત કહેવામાં આવે તો એમાં કશું વાંધાજનક ગણાતું નથી. આ પાંચ અવસરે કહેલા મિથ્યા વચનો પાપરહિત માનવામાં આવ્યા છે.’
એ જ પ્રમાણે માર્કેંય પુરાણની મદાલસાએ પણ તેના પતિ ઋતુધ્વજને બોધવચનો કહ્યાં. ઋતુધ્વજે પોતાના ત્રણ પુત્રના નામ અનુક્રમે વિક્રાંત, સુબાહુ અને શત્રુમર્દન રાખ્યાં. એ વખતે મદાલસા હસી. પછી ચોથો પુત્ર થયો. મદાલસાએ તેનું નામ અલર્ક રાખ્યું. આવું અસંબદ્ધ અને અર્થહીન નામ સાંભળીને ઋતુધ્વજે આશ્ચર્ય વ્યકત કર્યું અને અલર્કનો અર્થ પૂછ્યો. ત્યારે મદાલસાએ ઋતુધ્વજને આત્મા અંગેનું જ્ઞાન આપ્યું ઃ ‘હે મહારાજ! પુત્રોનાં નામ પાડવાં એ તો માત્ર લૌકિક કલ્પના છે. તમે જે નામ પાડેલાં એ અર્થ વિનાનાં જ હતાં. તમે જાણો જ છો કે આત્મા સર્વવ્યાપક એક દેશથી બીજા દેશમાં જવું તેને ક્રાન્તિ કહેવાય. પણ આત્મા તો સર્વ ઠેકાણે વ્યાપેલો છે. તેને કયાંય જવાપણું હોતું નથી. એટલે પહેલા પુત્રનું નામ આપે વિક્રાંત રાખ્યું ત્યારે મને તે અર્થહીન જણાતાં હસવું આવ્યું. બીજા પુત્રનું નામ સુબાહુ રાખ્યું તે મને નિરર્થક લાગ્યું. કારણ કે આત્માને કોઈ શત્રુ નથી કે મિત્ર નથી. તેનું મર્દન કેવી રીતે થઈ શકે? એટલે જો લૌકિક વ્ય.વહારને માટે જ નામ પાડવામાં આવતાં હોય તો તે નામનો કોઈ અર્થ હોવાની જરૂર નથી. એથી મેં અલર્ક નામ પાડ્યું છે!’
મદાલસાનાં આવાં મધુર અને બુદ્ધિાળળ વચનો સાંભળીને ઋતુધ્વજ પ્રસન્ન થયો. તેણે મદાલસાને કહ્યું ઃ ‘પ્રિયે, પહેલા ત્રણ પુત્રને તેં જ્ઞ્જ્ઞનમાર્ગનો બોધ પ્યો હતો. પણ આ પુત્રને કર્મમાર્ગનો બોધ આપ. પિતૃ, દેવ અને ઋષિ પ્રત્યેનું ઋણ અદા કરવા શાસ્ત્રોએ પુત્રપ્રાપ્તિની આજ્ઞા આપી છે. માટે તું પુત્રને ક્ષત્રિયને યોગ્ય કર્મસંબંધી જ્ઞાન આપ.’
એટલે મદાલસાએ અલર્કને રાજધર્મ, વર્ણાશ્રમધર્મ, આશ્રમધર્મ, ગૃહસ્થાશ્રમ, આચારધર્મ, શ્રાદ્ધ, સદાચારસંહિતા, સ્ત્રીધર્મ અને દેવપૂજન અંગે ઉપદેશ કર્યો. સૌ પ્રથમ મદાલસાએ અલર્કને ખોળામાં બેસાડીને રાજધર્મનું જ્ઞાન આપ્યુંઃ
‘રાજાનો મુખ્ય ધર્મ પોતાની પ્રજાને પ્રસન્ન રાખવાનો છે. એ માટે રાજાએ વ્યસનોથી દૂર રહેવું. કારણ કે વ્યસનો વળગે તો સત્ય ધર્મનો નાસ થાય છે. વળી રાજાએ ખાનગી મંત્રણાઓ એ રીતે કરવી જોઈએ કે તેનો એક પણ શબ્દ બહાર ન પડે. રાજાએ પોતાના ખાનગી દૂતો રાખવા અને તેમના દ્વારા પ્રધાનો, સરદારો તથા સંબંધીની બધી હકીકત મેળવતા રહેવું… રાજાએ પોતાના મિત્ર, બંધુ કે સંબંધીમાં પણ વિશ્વાસ રાખવો નહિ. પણ પોતાના કાર્યની સિદ્ધિ થતી હોય તે જોયા કરવું. રાજાએ રાજનીતિના છ ગુણો છે તે જાણીને સંધિ કે વિગ્રહ કરવાં જોઈએ. કોઈ શત્રુ ચઢી આવે તો તેની સાથથ વિગ્રહ કરવાથી ફાયદો ન હોય તો સંધિ કરી લેવી. નહિતર તેની સાથે વિગ્રહ કરી તેને હરાવવો. પોતાના સૈન્ય અને સાધનની વિપુલતાની ખાતરી કરતા રહેવું. જો સાધનોનો અભાવ હોય તો એ પૂર્ણ થાય ત્યાં સુધી ચૂપચાપ બેસી રહેવું. વળી શત્રુઓમાં ભેદ પડાવી તેમનું બળ તોડવાની યુકિતઓ વિચારવી. અને પોતાનાથી વધુ બળવાન હોય તેવા રાજાની મૈત્રી કરવી…’
રાજાએ કયારેય કામનો વશ ન થવું. પ્રથમ કામ, ક્રોધ વગેરેને જીતવા ને જિતેન્દ્રિય બનવું. જે રાજા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સરને વશ થાય છે તે વિનાશના માર્ગે જાય છે. વળી રાજાએ કાગડાની માફક આળસરહિત અને નિત્ય સાવધાન રહેવું. કોકિલની માફક સાધનસમૃદ્ધિનો સંચય કરવો. ભ્રમરની માફક ચોફેર ફરતા રહી રાજ્યમાં શું ચાલે છે તે જોતા રહેવું. બગલાની માફક તક મળે એટલે તરત જ શત્રુને ઝડપી લેવા. સર્પની માફક શત્રુ પર અચાનક આક્રમણ કરવું. મોરની માફક રાજસંપિત્ત અને સમૃદ્ધિનો ફેલાવો કરતા રહેવું. હંસની જેમ દૂધ-પાણી જુદાં પાડી દૂધી પી લેવું. ઘુવડની પેઠે શત્રુ પર અચાનક હલ્લો કરવો. અને કૂકડાની જેમ વહેલા ઊઠવાની ટેવ પાડી પોતાનું નિત્યકર્મ આટોપી લેવું. લોહની માફક કઠિન અને દઢ બની કર્તવ્યનું પાલન કરતા રહેવું. અગ્નિના તણખાની જેમ સર્વત્ર ફેલાઈને છાપ પાડવી. ચંદ્ર અને સૂર્યની માફક પોતાનાં તેજ અને પ્રભાવ બધે ફેલાવવાં. કમળની પેઠઠ સહુને આકર્ષિત કરવા. અને ગર્ભિણી સ્ત્રી જેમ થનાર સંતાન માટે દૂધ ધારણ કરે છે તેમ ભવિષ્ય માટે સૈન્ય, સાધન, શસ્ત્રો, ધન અને સંપત્તિનો સંચય કરવો…’
‘બુદ્ધિમાન રાજાએ પોતાના રાજ્યની રક્ષા માટે ઇન્દ્ર, સૂર્ય, યમ, ચંદ્ર અને વાયુ એ પાંચ દેવોનાં રૂપ ધારણ કરવાં. જેમ ઇન્દ્ર ચોમાસામાં વરસાદ વરસાવી પૃથ્વીને ધાન્યથી ભરી દે છછ તે પ્રમાણ રાજાએ પોતાની પ્રજાની ઉન્નતિ કરી પ્રજાને સુખી કરવી. સૂર્ય જેમ આઠ માસ પોતાનાં પ્રખર કિરણો વડે પૃથ્વી અને સમુદ્રનાં જળ શોષી લે છે તે પ્રમાણે રાજાએ પણ સૂક્ષ્મ ઉપાયો યોજીને પ્રજાને દુઃખ ન થાય તેમ તેની પાસેથી કર વસૂલવા રામરાજને કોઈ પ્રિય નથી અને કોઈ અપ્રિય નથી. એ તો જેને મૃત્યુ આવે તેને બાંધીને લઈ જવાનું કાર્ય કર્યા કરે છે. તેમ રાજાએ પણ ન્યાય કરવામં પ્રિય અગર અપ્રિય જનત પ્રત્યે પક્ષપાત ન રાખવો. પૂર્ણિમાના ચંદ્રને જોઈને મનુષ્ય આનંદ પામે છે તેવી રીતે રાજાનું ચંદ્રમુખ જોઈને પ્રજાને આનંદ થવો જોઈએ. જેમ વાયુ સર્વ પ્રાણીઓના શરીરમાં ગુપ્ત રીતે ફર્યા કરે છે તેમ રાજાએ નગરમાં નગરચર્યા કરવી. દૂતો દ્વારા દુશ્મનોની યુકિત-પ્રયુકિતઓ જાણી લેવી. પોતાના મંત્રીઓ અને સરદારોની ચેષ્ટા ઉપર નિત્ય દેખરેખ રાખવી અએ તેમનાં ગુપ્ત આવરણો ઉપર ઊંડી નજર રાખવી.’
‘આ લોકમાં જે રાજાનું મન ધર્મમાંથી ભ્રષ્ટ થતું નથી તે રાજા પરલોકમાં સ્વર્ગ મેળવે છે. જે રાજા પોતાના દઢ શાસનથી પાપીઓને અનીતિથી પાછા વાળી ધર્મ તરફ પ્રેરે છે તેને સ્વર્ગ મળે છે. જે રાજાના રાજ્યમાં વર્ણધર્મો અને આશ્રમધર્મોનું પૂર્ણ પાલન થાય છે તે રાજા અવિચળ સુખ ભોગવે છે. પ્રાણીમાત્રનું રક્ષણ એ રાજાનો ધર્મ છે. આ રીતે જે રાજ્યકર્તા પોતાની પ્રજાનું સારી રીતે પાલન કરી ધર્મનું રક્ષણ કરે છે તેને આ લોકમાં સુખ અને પરલોકમાં સ્વર્ગ પ્રાપ્ત થાય છે. (ક્રમશઃ)

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here