ચીન અને અફઘાનિસ્તાનના જોખમનો સામનો કરવામાં વૈશ્વિક મજબૂતી મળશેઃ નીકી હેલી

 

વોશિંગ્ટનઃ અમેરિકાના સંયુક્ત રાષ્ટ્ર ખાતેના ભૂતપૂર્વ રાજદ્વારી નિકી હેલી અને રિપબ્લિકન પાર્ટીના માઇક વોલ્ટ્ઝે ભારત અને અમેરિકા વચ્ચે જોડાણની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેને લીધે બંને દેશ ચીનના આક્રમક વલણનો સામનો કરવા વૈશ્વિક મજબૂતીને જાળવી શકશે અને તેનો વ્યાપ વધારી શકશે. વોલ્ટ્ઝ શક્તિશાળી હાઉસ આર્મ્ડ સર્વિસિસ કમિટીના સભ્ય અને ઇન્ડિયા કોકસના રપબ્લિકન પાર્ટીના વાઇસ ચેરમેન છે.

હેલી અને કોંગ્રેસના સભ્ય વોલ્ટ્ઝે ફોરેન પોલિસી અંગેના પ્રતિષ્ઠિત મેગેઝિનમાં જણાવ્યું હતું કે,  પરમાણુ શક્તિ ઉપરાંત ૧૦ લાખથી મોટા સૈન્ય, સતત વધતા નૌકાદળ, આધુનિક સ્પેસ પ્રોગ્રામ તેમજ આર્થિક અને લશ્કરી સહયોગના નીવડેલા ટ્રેક રેકોર્ડ સાથે ભારત અમેરિકાનું મજબૂત સાથી બની શકે. તેમણે જણાવ્યું હતું કે, ભારત સાથેનું જોડાણ બંને દેશની વૈશ્વિક તાકાતનું વિસ્તરણ કરશે. જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે મળી અમેરિકા અફઘાનિસ્તાનના સંભવિત આતંકી જોખમ અને ચીનને પહોંચી વળવામાં મદદ મળશે. હેલી અને વોલ્ટ્ઝે મેગેઝિનમાં લખ્યું છે કે, અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની વાપસી પછી ભારત જ એક માત્ર એવો દેશ છે જે તાલિબાન શાસિત દેશ પર નજર રાખી શકે છે. ઉપરાંત, ભારત ચીનની દક્ષિણ સરહદે પણ સતત દેખરેખ રાખવા સક્ષમ છે.

તેમણે વધુમાં લખ્યું હતું કે, ભારત તાજિકિસ્તાનમાં ફરખોર એર બેઝનું સંચાલન કરે છે. આ જ એક માત્ર એવો એરબેઝ છે જે અફઘાનિસ્તાનના આતંકવાદીઓ પર હુમલા કરવા માટે સૌથી નજીક છે. ભારત સાથે જોડાણને પગલે ભારત અમેરિકાને અફઘાનિસ્તાન અને તેની સરહદના વિસ્તારોના વ્યૂહાત્મક બેઝનો એક્સેસ આપી શકે. જેની મદદથી અમેરિકા તેના હિતોનું રક્ષણ કરી શકશે. હેલી અને વોલ્ટ્ઝે જણાવ્યું હતું કે, અમેરિકા-ભારતનું જોડાણ આપણને ચીન સામે વધુ તાકાત પૂરી પાડશે. અમેરિકાની જેમ ભારત પણ એ વાત કબૂલે છે કે ચીનનું જોખમ ઝડપથી વધી રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here