ઘર ઘરના રસોડામાં માનભર્યું સ્થાન મેળવનારી ગુણકારી મેથી

0
857

સ્વાદમાં કડવી હોય તોપણ એનો ઉપયોગ મસાલામાં કરવોજ પડે એવી ગુણકારી છે મેથી. મેથીના દાણામાં ફોસ્ફેટ, લેસિથિન તેમજ ન્યુક્લિઓ- અલબ્યુમિન જેવા તત્વો હોવાને લીધે એ પોષક અને શક્તિવર્ધક છે. મેથીમાં મેગનેશિયમ, સોડિયમ, જિંક, કોપર, નિયાસિન, થિયાસિન, કેરોટિન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે. મેથીમાં કેન્સર અવરોધક તત્વો પણ છે. ડાયાબિટિસ, હાઈ બ્લડપ્રેશર અને પેટસંબંધી સમસ્યા હોય તેને માટે મેથીનો ઉપયોગ લાભદાયી સાબિત થયો છે. એસિડિટી, કબજીયાતપેટનો દુખાવો જેવા દરદોમાં મેથીનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here