કોરોનાની વેકસીનની ટ્રાયલ માટેની પ્રક્રિયાનો આરંભ :  દેશના કુલ 14 શહેરોનાં લોકો પર ટ્રાયલ શરૂ કરવામાં આવશે…

 

    દેશી કોરોના વેકસીનની ટ્રાયલ બાબત પાંચ મહત્વના મુદા્ઓ : 1- 14 શહેરોમાં 1500 લોકો ટ્રાયલમાં સામેલ થશે, 2- પહેલા તબક્કાને સેફટી એન્ડ સ્ક્રીનિંગ એવું નામ આપવામાં આવ્યું છે. 3- વ્યક્તિનો મેડિકલ ચેકઅપ કરાયા બાદ વેકસીનનો પહેલો ડોઝ આપવામાં આવશે. 4-વેકસીનનો બીજો ડોઝ 14 દિવસ બાદ જ આપવામાં આવશે. , આ ટ્રાયલમાં સામેલ થનાર વ્યક્તિનો એન્ટીબોડી ટેસ્ટ પણ કરવામાં આવશે. 

    બિહારના પટના શહેરમાં ટ્રાયલની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. ટ્રાયલમાં સામેલ 10 વ્યક્તિઓની ઉંમર 15 વરસથી 18 વરસની છે. આ દસ લોકોને તેમનો મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા બાદ પહેલો ડોઝ આપવાંમાં આવશે. વેકસીનનો માનવ પર પ્રયોગ કરવાની ટ્રાયલ માટે એમ્સ દ્વારા પાંચ વિશેષજ્ઞ વ્યક્તિઓની ટીમની રચના કરવામાં આવી હતી. 

 ભારતની જાણીતી કોરોના વેકસીનની રસી તૈયાર કરી આપતી કંપની બાયોટેકે ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની સાથે મળીને માણસો પર એની  ટ્રાયલની શરૂઆત પણ કરી દીધી હતી. ટ્રાયલના પહેલા તબક્કામાં ખાસ એ વાતનું ધ્યાન રાખવામાં આવશે કે વેકસીનથી સંક્રમણ થવાનો કોઈ ભય તો નથી ને.. લિવર પર એની કેવી અસર થાયછે..

    આઈસીએમઆરના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં વેકસીનનો મિનિમમ ડોઝ આપવામાં આવશે. ટ્રાયલમાં સામેલ વોલિન્ટીયરોનો એન્ટીબોડી ટેસ્ટ પણ કરવામાં આવશે. હયુમન ટ્રાયલ માટે દેશભરમાંથી  14 શહેરોમાંથી જે કુલ 1500 સ્વયંસેવકોને પસંદ કરવામાં આવ્યા હતા.તે શહેરોમાં પટના, કાનપુર, ગોવા, ગોરખપુર, ભુવનેશ્વર, રોહતક, વિશાખા પટનમ, હૈદરાબાદનો સમાવેશ થાય છે. ગત 29 જૂને ભારત બાયોટેક દ્વારા જારી કરવામાં આવેલા સંદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, ટ્રાયલ માટે ડ્રગ કન્ટ્રોલ જનરલ ઓફ ઈન્ડીયાની પરવાનગી મળી ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here