કોરોનાના ગંભીર વાતાવરણમાં ભાજપ પ્રમુખ પાટીલના ગોંડલ ભરચક કાર્યક્રમ 

 

રાજકોટ : ગોંડલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની આગેવાનીમાં તાલુકાના નવા ચૂંટાયેલા ૭૭ જેટલા સરપંચોનો સન્માન સમારોહ યોજવાનો હતો. પરંતુ ખરાબ હવામાનના કારણે સી. આર. પાટીલના હેલિકોપ્ટરને ઉડાન ભરવામાં મુશ્કેલી સર્જાઇ હતી. જેને પગલે પ્રદેશ પ્રમુખે ગોંડલનો આ કાર્યક્રમ રદ કરવો પડ્યો હોવાનું ભાજપના સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું . પાટીલની ગેરહાજરીમાં ભાજપના કાર્યકરોએ કોરોનાની ગાઇડલાઇનને નેવે મૂકી બાઈક રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું . જેમાં હજારોની સંખ્યામાં કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના નિયમો ભૂલ્યા હતા. હાલ ત્રીજી લહેરમાં આ રેલી કોરોના સંક્રમણનું હોટસ્પોટ બની શકે છે.

રાજકોટ અને ગોંડલ સહિત દેશભરમાં કોરોનાના કેસોમાં એકાએક વધારો થઇ રહ્યો છે અને પોઝિટિવ દર્દીઓનું પ્રમાણ હાલ વધી રહ્યું છે, ત્યારે ભાજપના હાલ શક્તિ પ્રદર્શન કરી કોરોના વિસ્ફોટ થઇ શકે તેવા દૃશ્યો જોવા મળ્યા હતા . ભાજપના કાર્યકરો દ્વારા ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી કોરોનાને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હતું . નવા માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા ૭૭ જેટલા સરપંચોનું સન્માન થયું.

બાઇક રેલી યોજાયા બાદ નેતા અને આગેવાનોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે સી.એમ. ભુપેન્દ્ર પટેલને કહી દેવામાં આવ્યું છે કે, ગુજરાતની ૧૮૨ સીટમાંથી ગોંડલની સીટની ચિંતા મૂકી દેજો. અહીંયા ભાજપનો જ વિજય છે. ગોંડલ તાલુકો કોંગ્રેસ મુક્ત થઈ ગયો છે. 

નવા માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા ૭૭ જેટલા સરપંચોનું સન્માન કર્યું હતું. સાથે શ્રમયોગી કાર્ડ વિતરણ કરાયું હતું. અહીં રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, પ્રજાલક્ષી કોઈ પણ કાર્ય અટકશે નહીં. પ્રજાની સુખસુવિધા માટે ત્વરિત નિર્ણય લઇ કાર્યો કરવામાં આવશે. ગોંડલથી ગાંધીનગરના આગેવાનોનો સંપર્ક કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here