“જ્યોતિષ રાશિ ભવિષ્ય”

0
1292

મેષ (અ.લ.ઇ.)
આ સમયગાળામાં એકંદરે આપના દિવસો આનંદમય પસાર થશે. આર્થિક પ્રશ્નોમાં વિશેષ રાહત થાય તેવા યોગો જણાય છે. નવું મૂડીરોકાણ વિશેષ લાભદાયી પુરવાર થાય તેમ છે. નોકરિયાત વર્ગને પ્રગતિની તક મળે. નવી તક આગળ જતાં લાભ અપાવશે. ગૃહજીવનનું વાતાવરણ સંવાદિતા અને સહકારભર્યું રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. 28, 29 રાહત જણાય. તા. 30, 1, 2 લાભકારક દિવસો પસાર થાય. તા. 3, 4 આનંદમય દિવસો ગણાય.
વૃષભ (બ.વ.ઉ.)
આ સપ્તાહમાં આપને મિશ્ર સંજોગો અને કડવા-મીઠા અનુભવોમાંથી પસાર થવું પડશે. નવા સંબંધોથી લાભ થવાની શક્યતાઓ ખરી જ. સામાજિક તથા કૌટુંબિક કારણોસર ખર્ચના પ્રસંગો ઊભા થશે. જમીન-મકાનને લગતા પ્રશ્નો ગૂંચવાય તેમ છે. હિતશત્રુઓની ચાલબાજીથી સંભાળવું પડશે. તા. 28, 29 લાભ થાય. તા. 30, 1, 2 ખર્ચાળ દિવસો ગણાય. તા. 3, 4 બપોર પછી રાહત થાય.
મિથુન (ક.છ.ઘ.)
આ સમયગાળામાં આપના એક બે દિવસ આનંદમાં જાય તો વળી ચિંતાનું આવરણ આવી જવાની સંભાવના પણ ખરી જ. સંતાનોના આરોગ્યના પ્રશ્નો મૂંઝવણ વધારશે. કૌટુંબિક પ્રશ્નોમાં અશાંતિનું વાતાવરણ ઊભું થવાની શક્યતાઓ પણ ખરી જ. સમજદારી અને સંયમથી કામ લેવું. તા. 28, 29 આનંદમય દિવસો ગણાય. તા. 30, 1, 2 આરોગ્ય બગડે. તા. 3, 4 દરેક રીતે સંભાળવું.
કર્ક (ડ.હ.)
સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ અશાંતિનું આવરણ આવી જવા પણ સંભાવના ખરી જ. વેપાર-ધંધાની પરિસ્થિતિ ધીરે ધીરે સુધરતી અને આશાજનક બનતી જણાશે. મહત્ત્વની કામગીરી સફળ થતાં આગળ જતાં લાભ મળવાની શક્યતાઓ ખરી જ. તા. 28, 29 આનંદમય દિવસો ગણાય. તા. 30, 1, 2 લાભ થાય. તા. 3, 4 ગ્રહક્લેશ ટાળવો.
સિંહ (મ.ટ.)
અનુકૂળતા-પ્રતિકૂળતા ભરેલા મિશ્ર સંજોગો દર્શાવતું આ સપ્તાહ આપની યોજનાઓને હાથ ધરેલાં કાર્યોને ભવિષ્યમાં સફળ બનાવે તેવા ગ્રહયોગો ગણી શકાય. કૌટુંબિક વાદ-વિવાદોમાં અંત આવવા સંભાવના ખરી જ. નાણાભીડ હોવા છતાં નાણાકીય સગવડોના કારણે વ્યવહારો સરળ બનશે. સ્નેહીજનો-શુભેચ્છકો મિત્રોનો સહકાર સાંપડશે. તા. 28, 29 મિશ્ર અનુભવો થાય. તા. 30, 1, 2 વિવાદ ટાળવો. તા. 3, 4 આનંદમય દિવસો ગણાય.
કન્યા (પ.ઠ.ણ.)
આ સમયગાળામાં સમગ્ર સપ્તાહ પર્યંત આપના દિવસો આનંદમય બની રહે તેવા ગ્રહયોગો જણાય છે. કૌટુંબિક વાદ-વિવાદોને ઉકેલી શકશો, નાણાભીડનો અંત આવતાં વિશેષ રાહતની અનુભૂતિ અવશ્ય થશે. ગૃહજીવનમાં સંવાદિતા રહેશે. સ્નેહીજનોની મદદ આપને વિશેષ કાર્યાન્વિત રાખશે. તા. 28, 29 આનંદમય દિવસો ગણાય. તા. 30, 1, 2 રાહત જણાય. તા. 3, 4 નાણાકીય સાહસથી દૂર રહેવું.
તુલા (ર.ત.)
આ સપ્તાહમાં આપ હરો ફરો, પરંતુ મનમાં ઉચાટ, ઉદ્વેગ જેવું રહ્યા કરશે. છતાં નોકરિયાત વર્ગ માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. ઉપરી અધિકારીનો સહકાર મળી રહેશે. અગત્યનાં કાર્યો હાથ ધરી પૂરાં કરી શકાય તેવા યોગો જણાય છે. ધંધાકીય ક્ષેત્રે નાણાકીય પ્રતિકૂળતા અવરોધરૂપ બનવાની સંભાવના નકારી શકાય તેમ નથી. સ્ત્રીસંગ ટાળવો. તા. 28, 29 ચિંતાજનક દિવસો ગણાય. તા. 30, 1, 2 સફળ દિવસો ગણાય. તા. 3, 4 દરેક રીતે સંભાળવું.
વૃશ્ચિક (ન.ય.)
આ સમયગાળામાં આપને મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. આર્થિક પ્રશ્નો મૂંઝવશે. જે આગળ જતાં ઉકેલાઈ જશે. નોકરીના ક્ષેત્રમાં બનતા પ્રસંગોના કારણે ચિંતા જેવું રહ્યા કરશે. અલબત્ત, કશું અશુભ થાય તેમ નથી. આપનું આરોગ્ય જળવાશે. જીવનસાથીનું આરોગ્ય સુધરશે. ધંધાકીય પ્રશ્નોમાં આર્થિક સાહસ ટાળવું જરૂરી છે. તા. 28, 29 સામાન્ય દિવસો ગણાય. તા. 30, 1, 2 સાહસથી દૂર રહેવું. તા. 3, 4 તબિયતની કાળજી રાખવી.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સમયગાળામાં આપના સઘળા દિવસો આનંદમય પસાર થાય તેવા ગ્રહયોગો જણાય છે. ધંધાકીય ક્ષેત્રે થતો વિકાસ આપને વિશેષ આનંદની અનુભૂતિ કરાવશે. કાર્યબોજ વધશે છતાં તેને પહોંચી વળશો. અગત્યના અંગત પ્રશ્નોમાં પણ સફળતા મળતાં આપના ઉત્સાહમાં ઉમેરો થશે. વિવાહ ઇચ્છુકો માટે સમય શુભ છે. તા. 28, 29 આનંદમય દિવસો ગણાય. તા. 30, 1, 2 કાર્યબોજ વધશે. તા. 3, 4 શુભ કાર્ય થઈ શકશે.
મકર (ખ.જ.)
આ સપ્તાહમાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળવું પડે તેવા ગ્રહયોગો જણાય છે. જીવનસાથી સાથે મતભેદો વધવાની સંભાવના ખરી જ. લગ્ન – વિવાહના પ્રશ્નો ગૂંચવાય તેમ છે. આરોગ્ય સંભાળ માગી લેશે. નોકરિયાત વર્ગને હજી બઢતીના પ્રશ્નો વિલંબિત બનતા જણાશે. વિદ્યાર્થીમિત્રો માટે સમય વિશેષ આશાસ્પદ જણાય છે. તા. 28, 29 દરેક રીતે સંભાળવું. તા. 30, 1, 2 આરોગ્યની વિશેષ કાળજી રાખવી. તા. 3, 4 સફળ દિવસો ગણાય.
કુંભ (ગ.શ.સ.ષ.)
આ સપ્તાહમાં આપને સર્વ પ્રકારે સાવધ રહી કાર્ય કરવું પડશે. ગૃહજીવનના પ્રશ્નો-વિવાદો ઉગ્ર બનવાની સંભાવના ખરી જ. આ સમયગાળામાં આપને મળતા લાભો અટકે યા વિલંબમાં પડે તેવી સંભાવના પણ ખરી જ. નોકરી-ધંધાના ક્ષેત્રમાં પણ ભલે પ્રગતિ જણાય છતાં અતિવિશ્વાસમાં રહેવું હિતાવહ જણાતું નથી. તા. 28, 29 દરેક રીતે સંભાળવું. તા. 30, 1, 2 સામાન્ય દિવસો ગણાય. તા. 3, 4 સાવધ રહી કાર્ય કરવું.
મીન (દ.ચ.ઝ.થ.)
સપ્તાહના પ્રારંભિક દિવસોમાં આપને દરેક બાબતમાં સંભાળવું પડશે. જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ તેમ પ્રતિકૂળ સંજોગોનું નિર્માણ આપને મૂંઝવશે. હિંમતથી કાર્ય કરવું પડશે, હિતશત્રુઓથી પણ સાવધ રહેવું પડશે. ગૃહજીવનમાં એક યા બીજા પ્રકારે વાતાવરણ તંગ બનતાં આપની ધીરજની કસોટી થશે છતાં સંભાળવું. તા. 28, 29 દરેક રીતે સંભાળવું. તા. 30, 1, 2 હિંમતથી કાર્ય કરવું. તા. 3, 4 બપોર પછી રાહત જણાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here